Gujarat

જૂનીગઢીના તોફાનમાં સંડોવાયેલા ચાર આરોપીઓે રિમાન્ડ પર

By GS TEAM
24 Sep 20251 min read
જૂનીગઢીના તોફાનમાં સંડોવાયેલા ચાર આરોપીઓે રિમાન્ડ પર

વડોદરા,જૂનીગઢી વિસ્તારમાં થયેલા તોફાન અને તોડફોડના ગુનામાં સંડોવાયેલા  ચાર  આરોપીઓને આજ ે કોર્ટમાં રજૂ કરી  પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવાના પગલે ટોળાએ તોફાન મચાવ્યું હતું. ટોળાએ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરી પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરી હતી. પથ્થરમારામાં એક પોલીસ જવાન સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. પોલીસે જરૃરી બળ વાપરી ટોળાને વિખેરી મામલો થાળે પાડયો હતો. આ ગુનામાં સિટિ પોલીસે ગઇકાલે ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. આજે  આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અદાલતે ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં (૧) સમીર અમીનખાન પઠાણ ( રહે. યાકુતપુરા) (૨) ઇસાક મહંમદરફીક શેખ (૩) અરબાજખાન અમજદખાન પઠાણ (બંને  રહે.અજબડી  મિલ પાસે) (૪)  હુમાયુ હારૃનઅહેમદ શેખ (રહે. મદાર મહોલ્લો,યાકુતપુરા) નો સમાવેેશ થાય છે.