અલકાપુરી રોડ પર સાઇડ આપવાના મુદ્દે બાઇક સવારને માર મારનાર કારચાલક સહિત ચાર પકડાયા
વડોદરાઃ અલકાપુરી રોડ પર સાઇડ આપવાના મુદ્દે તકરાર થયા બાદ કાર ચાલક અને તેના સાગરીતોએ બાઇક ચાલકને માર મારતાં પોલીસે ચારેયની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,આયુર્વિદક કોલેજ પાસે રહેમાની પાર્કમાં રહેતા અઝામુલ ઉર્ફે વિશાલ કાઝી ગઇસાંજે બાઇક પર અલકા પુરી આર્કેડ પાસેથી પસાર થતો હતો ત્યારે નંબર પ્લેટ વગરની કારના ચાલકે સાઇડ નહિ આપતાં બોલાચાલી થઇ હતી.જેથી કાર ચાલકે ત્રણ જણાને બોલાવી માર માર્યો હતો.
આ બનાવનો વીડિયો વાયરલ થયા બાદ ઇજાગ્રસ્તે અકોટા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રોહુલઅમિન ફિરોજભાઇ ખત્રી(રામ પાર્ક,અલી ચેમ્બર પાસે,આજવા રોડ),કેયુર કાન્તિભાઇ પરમાર(ગાંધીનગર સોસાયટી,સુભાનપુરા)અબ્બાસઅલી હુસેન અલી હજારીવાલા(અલી ચેમ્બર,રામપાર્ક) અને નીલ સંજયભાઇ પટેલ(રાજ લક્ષ્મી સોસાયટી,ઓપી રોડ)ની ધરપકડ કરી કાર કબજે લીધી છે.