Get The App

ચોરીના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓ ઝડપાયા

ચોરી કરવાના સાધનો, કાર અને બાઇક સહિત ૧.૪૫ લાખનો મુદ્દામાલ કબજે

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ચોરીના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓ ઝડપાયા 1 - image

 વડોદરા,ચોરી કરવાના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓને એલ.સી.બી. ઝોન - ૩ ના સ્ટાફે ઝડપી પાડયા છે.પોલીસે તેઓ  પાસેથી ચોરી કરવાના સાધનો, કાર અને બાઇક મળી કુલ રૃપિયા ૧.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ડીસીપી ઝોન - ૩ નો એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે,સયાજીપુરા એ.પી.એમ.સી. માર્કેટ,  પાટીદાર ઇન્ડસ્ટ્રીઝના શેડની બાજુના ખુલ્લા પ્લોટમાં અલગ - અલગ ગુનાના વોન્ટેડ આરોપીઓ ચોરી કરવાના ઇરાદાથી કારમાં ચોરીના સાધનો લઇને ચોરી કરવા નીકળવાના છે. જેથી, ડી.સી.પી. અભિષેક ગુપ્તાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા એક કાર અને બાઇક ઊભા હતા. પોલીસને જોઇને કારચાલકે ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ, કાર બાઇક સાથે અથડાતા આરોપીઓ પકડાઇ  ગયા હતા. પોલીસે (૧) રાજાસીંગ માધુસીંગ ટાંક (રહે. સવાદ ક્વાટર્સ, હરણી રોડ) (૨) ગુરમુખસીંગ કલ્લુસીંગ સિકલીગર (૩) નયન વિઠ્ઠલભાઇ માળી ( બંને રહે. નવી નગરી, સયાજીપુરા ગામ) તથા વીરૃસીંગ મંગલસીંગ શીખ (રહે. ઇન્દિરાનગર, બનાસકાંઠા) ને ઝડપી પાડયા હતા.