Get The App

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી 1 - image


- કોંગ્રેસની વિશ્વાસ પેનલના 11 ઉમેદવારો 27 અને 28 મીએ ફોર્મ ભરશે

- આંતરિક વિખવાદ અને જૂથબંધીની સમસ્યા નિવારવા ભાજપમાં હજૂ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ

આણંદ : આણંદ અમૂલ ડેરીની તા. ૧૦મી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીના ઉમેદવારીપત્રો તા. ૨૦મી ઓગસ્ટથી ભરાશે. ત્યારે કોંગ્રેસની વિશ્વાસ પેનલ દ્વારા ૧૧ જેટલા ઉમેદવારોના તા. ૨૭ અને ૨૮મીના રોજ ફોર્મ ભરાશે. જ્યારે ભાજપ હજુ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં પડયું હોવાથી તારીખો અંગે હજુ અવઢવમાં છે.

અમૂલ ડેરીની ચૂંટણી તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજવા સંદર્ભે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ગયું છે. ત્યારે તા. ૨૦મી ઓગસ્ટથી હવે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે. ભાજપ દ્વારા પેનલની રચના કરવામાં આવી છે પરંતુ, ભાજપને મોટાભાગની બેઠકમાં એકથી વધુ ઉમેદવારોના પરિણામે અંદરો અંદર વિખવાદ અને જૂથબંધીની સમસ્યાઓના કારણે ઉમેદવારો અંગે અવઢવની સ્થિતિ છે. જ્યારે ઠાસરા સિવાયની બેઠકમાં કોંગ્રેસની વિશ્વાસ પેનલ દ્વારા ૧૧ બેઠકોમાં સક્ષમ ઉમેદવારોની પેનલની પસંદગી થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.

માતરના પૂર્વ ધારાસભ્ય અને વિશ્વાસ પેનલના અગ્રણી કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિશ્વાસ પેનલ દ્વારા ૧૧ બ્લોકમાં ભાજપને હરાવે તેવા ઉમેદવારોની પસંદગી કરી સૌની સાથે ચર્ચાઓ પણ કરાઈ છે. તા. ૨૭થી ૨૮મી ઓગસ્ટે આણંદ પ્રાંત કચેરીમાં જઈ તમામ ઉમેદવારો ઉમેદવારીપત્રો રજૂ કરશે. બાદમાં તમામ ઉમેદવારોને એક સરખા નિશાન ફાળવાશે. ગત ટર્મમાં ભાજપ માત્ર બે બેઠક જીત્યું હતું પરંતુ, કોંગ્રેસમાંથી બીજા સભ્યો લઈ જઈને અમૂલમાં સત્તા મેળવી હતી. ત્યારે આ વખતે ૭ બેઠક જીતવાની વાત કરતું ભાજપ પશુપાલકોને ભ્રમિત કરી રહ્યું છે. 

ઠાસરા બેઠક પર કોંગ્રેસની વિશ્વાસ પેનલ ઉમેદવાર ઊભો નહીં રાખે

અમૂલની ઠાસરા બેઠક મહિલા અનામત હોવાથી આ બેઠક ભાજપના રામસિંહ પરમારના પુત્રવધૂ ઉમેદવારીપત્ર ભરવાના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કોંગ્રેસની વિશ્વાસ પેનલ દ્વારા એક પણ ઉમેદવાર ઉભો નહીં રાખવાની જાહેરાત કરાઈ છે. જેથી ઠાસરા બેઠક બિનહરીફ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

મોટાભાગની બેઠકમાં એકથી વધુ દાવેદારોથી ભાજપને ઉમેદવારો પસંદગીમાં અવઢવ

આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની ૧૨ બેઠકોમાં ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. સમતુલન ના જળવાય તો ભાજપના જ કેટલાક ઉમેદવારો બળવો કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ ભાજપ પાસે મોટાભાગની બેઠકો પર એકથી વધુ ઉમેદવારો દાવેદારી કરતા જો કંઈ કાચું કપાય તો ભાજપને ચૂંટણીમાં નુકસાન જાય તેવી સંભાવનાઓને કારણે ઉમેદવાર પસંદ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હજૂ ચાલું છે : ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ

અમૂલ ડેરીની ચૂંટણીના ભાજપના ઈન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે. ટૂંક સમયમાં ફાઇનલ ઉમેદવારની પસંદગી થઈ જશે. તમામ ઉમેદવારો તા. ૨૫થી ૨૭મી ઓગસ્ટના રોજ ઉમેદવારીપત્ર ભરશે અને ભાજપની પેનલથી જ ચૂંટણી લડશે.

અમૂલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસની વિશ્વાસ અને ભાજપની પેનલના સંભવિત ઉમેદવારો

નંબર બેઠક ભાજપ (સહકાર પેનલ)       કોંગ્રેસ (વિશ્વાસ પેનલ)

આણંદ જિલ્લો

      બોરસદ      ધર્મદેવસિંહ ડાભી / દત્તેશ અમીન રાજેન્દ્રસિંહ પરમાર 

                        (પૂર્વ ધારાસભ્ય અમૂલ પૂર્વ વા.ચે.)

      આણંદ       કાન્તીભાઈ સોઢા પરમાર. વા.ચે. અમુલ વિજયભાઈ મહીડા - વડોદ

      ખંભાત       ચંદુભાઈ પરમાર/સંજય પટેલ. ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભરવાડ/ગોવિંદ ભરવાડ

      પેટલાદ     વિપુલ પટેલના પત્ની (રંગાઈપુરા)        સતીષભાઈ પટેલના પત્ની (ગાડા)

ખેડા  જિલ્લો

      નડીયાદ     વિપુલ પટેલ - અમુલ ચેરમેન      કેસરીસિંહ સોલંકી (પૂર્વ ધારા સભ્ય)

      માતર        ભગવતભાઈ પરમાર/વિશાલ પટેલ      સંજય પટેલ/કેસરીસિંહ સોલંકી

      મહેમદાવાદ        ગૌતમ ચૌહાણ (પૂર્વ ધારાસભ્ય)    જુવાનભાઈ ચૌહાણ - અમુલ ડીરેક્ટર

      કઠલાલ     ગેલાભાઈ ઝાલા (અમુલ ડીરેક્ટર) રમણભાઈ સોલંકી કઠલાલ

                કનુભાઈ ડાભી/રાજુભાઈ પટેલ

      કપડવંજ    ધવલ પટેલ/જયેશ પટેલ    ચેતનસિંહ પરમાર

૧૦   ઠાસરા       રામસિંહ પરમારના પુત્રવધુ  - ખાલી બેઠક રહેશે -

મહિસાગર જિલ્લો

૧૧   બાલાસિનોર        પપ્પુ પાઠક        ઉદેસિંહભાઈ

12    વિરપુર      શાયભપરમાર ડીરે. અમૂલ રઘુસિંહ પરમાર વિરપુર નટુભાઈ પરમાર

Tags :