પ્રધાનમંત્રી વિરૃદ્ધની પોસ્ટ શેર કરનાર વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની ધરપકડ કરાઇ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી તસવીર બનાવી હતી
પાદરા,દેશના વડાપ્રધાન વિરૃદ્ધની પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર પાદરાના કોંગી અગ્રણીની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પાદરાના કોંગ્રેસના આગેવાન કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ પટેલે( રહે.સાધી, તા.પાદરા ) પોતાના ફેસબૂક પેજ પર દેશના વડાપ્રધાન વિરૃદ્ધ વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી.જેની તસવીર આટફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીથી બનેલી હતી.
પાદરા પોલીસે ઘનશ્યામ પટેલને તેમના નિવાસસ્થાન પરથી ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના વિરૃદ્ધ સામાજિક શાંતિમાં ખલેલ પહોંચાડવા તથા અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઘનશ્યામ પટેલ મૂળ પાદરા તાલુકાના સાધી ગામના રહેવાસી છે અને તેમણે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કાર્ય કર્યું છે.