ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીની 2.28 લાખની ઉચાપત
- 64 હજારની હંગામી ઉચાપત કરી
- ઓડિટ દરમિયાન ઉચાપત બહાર આવતા માજી સેક્રેટરી સામે પોલીસ ફરિયાદ દાખલ
આણંદ : આણંદ તાલુકાના ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીએ પોતાના કાર્યકાળ દરમિયાન રૂપિયા ૨.૨૮ લાખની કાયમી તથા રૂપિયા ૬૪૦૦૦ ની હંગામી ઉચાપત કરી હોવા અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આણંદ પાસેના ગાના ગામે આવેલી દૂધ મંડળીમાં રાજેશભાઈ મગનભાઈ પરમાર તા, ૧.૭.૨૦૧૯ થી ૨૧. ૯.૨૦૨૧ દરમિયાન સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.મંડળીની સિલકમાંથી રૂપિયા ૨ ૨૮૦૪૦ ની કાયમી તથા રૂપિયા ૬૪૨૨૬ની હંગામી ઉચાપત તેઓએ તેમના ફરજ કાળ દરમિયાન કરી હોવાનું ઓડિટમાં જાણવા મળ્યું હતું. ઓડિટ દરમિયાન દૂધ મંડળીમાં માજી સેક્રેટરીએ ઉચાપત કરી હોવાનું બહાર આવતાં જિલ્લા રજીસ્ટ્રારે ફરિયાદ કરવાનો આદેશ કરતા મનુભાઈ મંગળભાઈ પરમારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માજી સેક્રેટરી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.