Get The App

વડોદરા કોર્પોરેશનના અંદાજપત્ર અંગે શ્વેત પત્ર જાહેર કરવા પૂર્વ વિપક્ષના નેતાની માંગ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનના અંદાજપત્ર અંગે શ્વેત પત્ર જાહેર કરવા પૂર્વ વિપક્ષના નેતાની માંગ 1 - image

વડોદરા કોર્પોરેશનનું આગામી વર્ષ 2026-27નું ડ્રાફ્ટ તથા 2025-26નું રિવાઇઝડ બજેટ સમગ્ર સભામાં અધૂરી ચર્ચાએ કોંગ્રેસના તમામ સભ્યોને રજૂઆત વિના સસ્પેન્ડ કરીને ભાજપ દ્વારા બહુમતીના જોરે પસાર કરી દેવા અંગે પાલિકા પૂર્વ વિરોધ પક્ષના નેતા અમી રાવતે બજેટ પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી નવી બોટલમાં જુનો દારૂ ભર્યો હોવાનું જણાવી શ્વેત પત્ર જાહેર કરવાની માંગ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પાલિકાની સમગ્ર સભામાં ભાજપના શાસનમાં ગઈકાલે છઠ્ઠું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકા ની સમગ્ર સભામાં કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરીને પહેલીવાર વાર્ષિક બજેટ વિપક્ષ કોંગ્રેસ પક્ષને સૂચનો, દલીલો, વિચારો આપવા અથવા બજેટની ટીકા કરવાની તક આપ્યા વિના પસાર કરવામાં આવ્યું. પાલિકા મેયર સામે આક્ષેપ કરીને મહિલા વિપક્ષી નેતા અમી રાવતે એક સુઆયોજિત નાટક પર મેયરે તેમના ડેસ્ક પર એક ચિઠ્ઠીમાં લખેલા સાર્જન્ટ્સની યાદી સાથે, તમામ વિપક્ષી કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા, કોંગ્રેસના 400થી વધુ વિકાસના ઠરાવો ચર્ચા વિના ફગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો

ચૂંટણી નજીક આવતાં વિપક્ષને બોલવા દીધા વિના બજેટ મંજૂર કરવાનું પગલું ભર્યું છે. બજેટમાં રજૂ કરાયેલા 15000 કરોડના કાર્યો રજૂ કરાયા હતા.

સને 2009થી જે જૂની વાતો કરીએ છીએ એ જ વાતો અત્યારે રિપીટ કરાયાનો તેમણે આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, સને 2009માં 15 પોઇન્ટ્સને પ્રાયોરિટી આપેલી આમાંથી બધા જ પોઇન્ટ આ વર્ષે બજેટમાં રીપીટ કરી 2922માં તમામ કાર્યો થઈ જવા જોઈતા હતા.

બજેટ વાયદાથી ભરેલું હોવાનું જણાવી તેમણે વધુમાં કહ્યું હતું કે વડોદરાનો વર્ષોથી વિકાસ ક્યાં? કહેવાતું અવિકસિત વડોદરાના સેટ કરીને કહ્યું હતું કે, જાહેરાતો મોટી મોટી પણ જમીન પર કામ શૂન્ય.! નો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

અમદાવાદ અને સુરત કરતાં વડોદરા શહેરનો વ્યક્તિદીઠ ખર્ચ ઓલમોસ્ટ ડબલ છે એટલે કે વ્યક્તિદીઠ વાર્ષિક ખર્ચાની સામે વડોદરામાં વ્યક્તિદીઠ 34 હજાર રૂપિયાથી વધુ કોર્પોરેશન વાપરે છે તેમ છતાં વિકાસમાં વડોદરા પાછળ હોવાનું પણ તેમણે કહ્યું હતું. 

વડોદરાની 2024-25ની બેલેન્સશીટ પ્રમાણે ઘટાડો થઇ 90.16 કરોડની ખાધ રેવેન્યુ બજેટમાં હતી.

આ વર્ષે પણ રેવન્યુ એક્સપેન્સ રૂપિયા 1979.91 કરોડ બતાવવામાં આવ્યો છે તેની સામે ઇન્કમ ફકત રૂપિયા 1783.48 કરોડ બતાવી છે. એટલે કે આ વર્ષનું બજેટ પણ ખાધ અને જૂની જે બચતો છે એ વપરાઈ રહી હોવાનું અમી રાવતે જણાવી કહ્યું હતું કે વડોદરા શહેરના ફાઇનાન્સ સ્ટેટસનું વ્હાઈટ પેપર બહાર પાડવામાં આવે અને બેલેન્સશીટ અને બજેટમાં આંકડાઓ તફાવતની સત્યતા બહાર આવશે.

બજેટ એટલે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં વપરાશે તેની સમીક્ષા જોઈએ તો ફક્ત 4.38 ટકા કુલ આવક બચે છે એટલે કે વિકાસના કામો માટે આ તો એટલા પણ નથી કે આપણે મેચિંગ ગ્રાન્ટ અંગે પણ તેમણે ખૂલાસો કર્યો હતો

ટૂંકમાં આપણે ખાલી મહેકમ ચાલે એટલી જ આવક કોર્પોરેશનની છે અને સામે આપણે રૂપિયા 2500 કરોડના કામો સામે હકીકતમાં ફક્ત રૂપિયા 1300થી 1400 કરોડના કામો થશે .એની સામે વિકાસના રૂપિયા 4000 કરોડના કામનું આ વર્ષનું આયોજન છે બધાની સામે ફક્ત રૂપિયા 1300 કરોડના કામ થશે તેમ જણાવી હાઉસિંગના 10000 નવા મકાનની સામે જૂના જે મકાનો 8000 પીપીપીપીના મકાન પેન્ડિંગ સામે 7000 મકાન બનેલા છે રીપેર માટે કોઈ વ્યવસ્થા ઉભી કરાઈ નથી એવો આક્ષેપ કરી વાસ્તવિક બજેટ બનાવવા તેમણે સૂચન કર્યું હતું. હાઉસિંગ, ફ્લડ મીટીગેશન માટે દબાણ દૂર કરવા વિશ્વામિત્રી નદીના તમામ કામોને પ્રાયોરિટી આપવા સહિત પ્રજાકીય કાર્યો, વિકાસના કામ સહિત અનેક પ્રશ્નો અંગે અંતમાં સૂચન કર્યું હતું