Get The App

વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને શૈક્ષણિક કીટ વહેચણી મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા અને અધ્યક્ષ આમને-સામને

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને શૈક્ષણિક કીટ વહેચણી મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા અને અધ્યક્ષ આમને-સામને 1 - image


Vadodara : વડોદરા પાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શહેરમાં 120 શાળાઓ છે. આ તમામ શાળામાં બાળકોને યુનિફોર્મ પાઠ્યપુસ્તકો સહિત અન્ય સામગ્રી વહેંચણીમાં ખૂબ મોડું થતું હોવાના આક્ષેપ શિક્ષણ સમિતિના પૂર્વ વિપક્ષી નેતાએ કર્યા છે જ્યારે હાલના ચેરમેને આ આક્ષેપો નકારીને જણાવ્યું છે કે, બાળકોના શિક્ષણ અંગેની તમામ સામગ્રી આવી ગઈ છે પરંતુ શાળાઓ તરફથી આવતી જરૂરિયાત મુજબ તેમને ચીજ વસ્તુઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળાઓ કાર્યરત છે. જેમાં બાળકોને ભણવાની કીટ યુનિફોર્મ શાળા ચાલુ થયાના બે માસ સુધી મળતી નથી આવી બાબત છેલ્લા દસ વર્ષથી ચાલે છે. પરિણામે બાળકોના શિક્ષણ પર અસર પડે છે. 

જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલના ચેરમેન નિશીધ દેસાઈએ જણાવ્યું હતું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે. બાળકોની જરૂરિયાત મુજબની શૈક્ષણિક કીટ સહિત યુનિફોર્મ અને અન્ય ચીજ વસ્તુઓ આવી ગઈ છે પરંતુ શાળા શરૂ થયાના પ્રથમ અઠવાડિયે શાળા દ્વારા બાળકોના ડેટા આવે છે તે મુજબ જુદી જુદી શાળાને આ શૈક્ષણિક કીટ પ્રોવાઇડ કરવામાં આવે છે. શૈક્ષણિક કીટ આવી જ ગઈ છે પરંતુ આવનારા ડેટા મુજબ શાળાઓને પ્રોવાઇડ કરાય છે શાળાની જરૂરિયાત મુજબ કીટ આપવામાં આવે છે. જે તે શાળા દ્વારા આવેલી માહિતીના આધારે ડેટા આવતા એકાદ મહિનો વીતી જાય છે. આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વિપક્ષી નેતાએ કરેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા હોવાનું હાલના ચેરમેને જણાવ્યું હતું.

Tags :