Get The App

પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ ભાજપમાં જોડાયા

Updated: Nov 22nd, 2022

GS TEAM

Google News
Google News
પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ ભાજપમાં જોડાયા 1 - image


- કામિનીબા રાઠોડે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું

ગાંધીનગર, તા. 22 નવેમ્બર 2022, મંગળવાર

ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે છતાં પક્ષ પલટાનો સિલસિલો યથાવત છે. દહેગામના પૂર્વ MLA કામિનીબા રાઠોડે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું અને આજે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી દહેગામ બેઠક પર ટિકિટ ન મળતા કોંગી MLA નારાજ હતા. 

કોંગ્રેસ દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કમલમ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા તેમણે આજે કેસરિયા કર્યો છે. કામિની બા રાઠોડે ટિકિટ માટે પૈસા માંગતા હોવાનો વિડિયો પણ વાયરલ કર્યો હતો. ત્યારબાદ કામિનીબાએ અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું અને હવે તેઓ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. 

કામિની બાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ નિવેદન આપ્યું છે કે, સાચા વ્યક્તિનો અવાજ અને સાચી રજુઆત કોંગ્રેસમાં દબાવવામાં આવતી હતી જે મારી સાથે થયું છે. તમને લોકોને જાણ છે મારી સાથે શું થયું? મહિલાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો છે.

જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે કામિની બા રાઠોડે તેનો વિરોધ દર્શાવ્યો હતો. થોડા દિવસ પહેલા દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામિની બાએ આ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ બેઠક માટે મારી પાસે એક કરોડ માંગ્યા છે. મેં રૂપિયા ન આપ્યા તો અન્યો જોડેથી રૂપિયા લઈને ટિકિટ વેચી દીધી.  પહેલા મારી પાસે એક કરોડની માંગણી કરી પછી 70 લાખ કીધા અને મેં કહ્યું 70 લાખ નહીં તો મારી પાસે 50 લાખની માંગણી કરી છે. મને કહેવામાં આવ્યુ હતુ કે, તમે જ્યાં સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારી ટિકિટ ફાઈનલ નહીં થાય. તમે પૈસા આપશો પછી જ ફાઈનલ થશે. આમ કામિની બાએ કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. 

Tags :