આરબીઆઈમાં ખોટા મેલ પ્રકરણમાં સડોવાયેલા
ભુજ એ-ડીવીઝન પોલીસ મથકે હાથ ધરાઈ પુછપરછ
આબનાવની વિગત એવી છેકે તા.૩૧/૫/૨૦૨૫ ના રોજ ભુજ કોમર્શીયલ કો.ઓપ.બેંક નાજનરલ મેનેજર ધીરેન શંભુલાલ મજેઠીયા એ ફરીયાદ નોધાવેલ હતી કે અમારી બેંક નીચુંટણી ૨૦૨૨ માં પાંચ વર્ષના સમયગાળા માટે યોજવામાં આવેલ હતી તેમાં ૧૩ડાયરેકટરો ચુંટાયેલ હતા તેમાં એક હીતેષ ચત્રભુજ ઠકકર, કલ્પેશ રતિલાલ ઠકકરચુટાયેલ હતા તા.૭/૨/૨૦૨૫ ના અમારી બેંક માં બંને ડિરેકટરો ના રાજીનામા લેવાબાબતે નો પત્ર મળેલ હતો ત્યાર બાદ . ૧૭/૨, તા. ૨૧/૨,૨૪/૨,૨૫/૨,૨૭/૨ ના રોજદીનેશ મણીલાલ ઠકકર ના ઈમેલ આઈડી ઉપર થી આરબીઆઈ અમદાવાદ ના ડીપાર્ટમેન્ટ ઓફસુપર વિઝન ને આઈ.ડી પર બન્ને ના નામનો ઉલ્લેખ કરી આર.બી.આઈ નો હવાલો આપીરાજીનામું લેવા જણાવતા ઈમેલ કરવામાં આવેલ હતા જેથી શંકાજતા અમારી બેંક નાસભાસદ દીનેશ મણીલાલ ઠકકર ને પુછતા તેઓએ અમારી બેંક માં લેખીત માં જણાવેલહતું કે આ પત્ર પોતે લખેલ નથી તેમજ ઈમેલ પણ પોતાની આઈ.ડી માંથી કરેલ નથીકોઈએ ખોટુંઈમેલઆઈ.ડી બનાવીને ઈમેલ કરેલ છે તા.૨૮/૨/૨૫ ના રોજ બોર્ડ ઓફ ડિરેકટર ની મીટીંગમાં ચેરમેન તરીકે કલ્પેશ ઠકકર, એમ.ડી તરીકે હીતેષ ચત્રભુજ ને નિયુકતકરવામાં આવેલ હતા.
તા.૧૪/૩/૨૫ના રોજ અનિલ શાહ ના નામની આઈડી માંથી ફરી પાછો આરબીઆઈ ને અમારી બેંક નાડીરેકટર ચેતન રતીલાલ શાહ ના નામનો પત્ર એટેચ કરી મેલા કરેલ હતો જે બાબતેતેને પુછતા તેમને બેંક ને લેખીત માં આપેલ મે કોઈ આવો મેલ કરેલ નથી મારાનામે ખોટું ઈમેલ આઈડી બનાવી ખોટો મેલ કરેલ છે તા. ૬/૫ ના રોજ મીટીગ માં અમેચેરમેન,એમ.ડી તથા બેંક એકાઉન્ટન્ટ જીગર મહેતા હાજર હતા ત્યારે રાજીનામાબાબતે પુછતા તમામ મેલા ખોટા હોવાનું કોઈ વ્યકતીએ ઈરાદા પુર્વક બેંક નીપ્રતિા ને હાની પહોંચાડવા કરેલ હતું કોઈ અજાણ્યા ઈસમે દીનેશભાઈ ના નામનોખોટો પત્ર બનાવી ખોટી સહી કરી ખરા તરીકે ઉપયોગ કરી અમારી બેંક ના જુનાડીરેકટરો ના રાજીનામા લેવા આરબીઆઈ ને ખોટા ઈમેલ થી જાણ કરેલ હોય જેથીતા.૩૧/૫/૨૦૨૫ ના રોજ સાઈબર સેલના પી.એસ.આઈ એસ.જી. દેવમણી ને ફરીયાદ કરેલહોય જેથી સાઈબર વિભાગ દ્વારા તેની ખુબજ ગંભીરતા લઈ તપાસ કરતા વેરવળ નાગીરીશ કનૈયાલાલ ઠક્કર ને મોબાઈલ નંબર ઉપર થી ઈમેલ આઈડી બનાવીને કરેલ હોયતેવું જણાતા સાઈબર સેલ ના પી.એસ.આઈ એસ.જી.દેવમણી તથા પોલીસ સ્ટાફ વેરાવળ બસસ્ટેન્ડ રોડ ઉપર ગીરીશ કનૈયાલાલ ઠકકર ની ઓફીસે ઉપર ચડી જઈ તેને લઈનેવેરાવળ પાટણ દરવાજા પોલીસ સ્ટેશને પી.એસ. ઓ ને ભજ પોલીસ કસ્ટડીમાં લઈ ગયેલહોય તેમ ફરજ પર ના પી.એસ. ઓ એ જણાવેલ હતું.
ભુજએ ડીવીઝન ના તપાસનિશ અધિકારી પી.એસ.આઈ રાણા એ રાત્રે ૧૧ વાગ્યે જણાવેલ હતુકે વેરાવળ શિવજી નગરમાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે ઓફીસ ધરાવતા ગીરીશકનૈયાલાલ ઠકકર ઉ.૫૧ ની આઈ.ટી.એકટ ની કલમ ૬૬ તથા ૬૬સી અને બી.એન.એસ ની કલમ૩૩૬(૨)(૪)હેઠળ ગુનો નોંધાયેલ હોય જેને રાત્રે ૧૧ વાગ્યે સાઈબર ક્રાઈમ નાઅધિકારીએ એ ડીવીઝન ને સોપેલ છે જેના નિવેદનો લેવાનું ચાલુ છ સુત્રાપાસેથીજાણવા મળેલ છેકે ગમે ત્યારે વિધીવત ધરપકડ પોલીસ કરી શકે છે.
ગીરીશકનૈયાલાલ ઠકકર વેરાવળ પીપલ્સ કો.ઓપ.બેંક ના પુર્વ જોઈન્ટ મેનેજીગ ડીરેકટરછે તેમજ વિશ્વ લોહાણા મહાપરીષદ રીઝીયન ૩ ના પ્રમુખ છે,ઈન્ડીયન રેડક્રોસસોસાયટી ગીર સોમનાથ ના માનદમંત્રી છે તેમજ એલઆઈસી એજન્ટ તરીકે વર્ષોથીકામગીરી કરી રહેલ છે.
ભુજકોમર્શીયલ કો.ઓપ.બેંક ના ચેરમેન કલ્પેશ ઠકકરે જણાવેલ હતું કે આરબીઆઈને છ થીસાત વખત ખોટી ઈમેલ આઈડી બનાવી ઈમેલ કરેલ છે બેંક ની પ્રતિા ને હાનિપહોંચાડવાનો પ્રયાસ કરેલ છે અમને પણ અત્યારે જાણવા મળેલ છે કે વેરાવળ નાગીરીશ ઠકકર ની આ ગુના માં લઈ આવલ હોય તેવું અમોને પણ રાત્રે જાણવા મળેલ છે.


