Get The App

GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે રાષ્ટ્રપતિએ નિમણૂંક કરી

ચેરમેન અને સભ્ય વિદ્યુત સ્વેન બાદ વધુ એક ગુજરાતના વધુ એક અધિકારીને UPSCમાં જવાબદારી સોંપાઈ

Updated: Sep 29th, 2023

GS TEAM

Google News
Google News
GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે રાષ્ટ્રપતિએ નિમણૂંક કરી 1 - image



અમદાવાદઃ (GPSC)ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની રાષ્ટ્રપતિએ UPSCના સભ્ય તરીકે નિમણૂંક કરી છે. (former chairman Dinesh Dasa) દિનેશ દાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. દિનેશ દાસાએ સભ્ય તરીકેનો ચાર્જ પણ સંભાળી લીધો છે.(Dinesh Dasa appointed UPSC member) ચેરમેન અને સભ્ય વિદ્યુત સ્વેન બાદ વધુ એક ગુજરાતના વધુ એક અધિકારીને UPSCમાં જવાબદારી સોંપવામાં આવી છે. 

દિનેશ દાસાએ X પર પોસ્ટ કરીને માહિતી આપી

દિનેશ દાસાએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ મને યુપીએસસીના સભ્ય તરીકે નિમ્યો છે તે જણાવતાં હું ગર્વ અનુભવું છું. જ્યારે મેં GPSCનું નેતૃત્વ કર્યું હતું આ તક એ કામનું વિસ્તરણ છે. મારા જીવનની આ મહત્વની ક્ષણે હું વડાપ્રધાન મોદીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરૂ છું. તેમણે મને મારી સમગ્ર સફરમાં માર્ગદર્શન આપ્યું છે અને તેમના આશિર્વાદ માટે આભાર માનું છું. હું અતૂટ સમર્પણ અને ઈમાનદારી સાથે આપણા દેશની પ્રગતિમાં દીલથી યોગદાન આપવા માટે ઉત્સાહી છું. ઉલ્લેખનીય છે કે દિનેશ દાસા GPSCના ચેરમેન તરીકે 2022ના જાન્યુઆરીમાં નિવૃત્ત થયા હતાં. 

Tags :