Get The App

રાજકોટના ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવનો અંતે કોંગ્રેસ પ્રવેશ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટના ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવનો અંતે કોંગ્રેસ પ્રવેશ 1 - image

ચૂંટણી પૂર્વે પક્ષપલ્ટામાં ઉલ્ટી ગંગાઃ વોર્ડ નં.6માં બે ટર્મથી જીતતા : ભાજપમાં મોટા માથાને કશું નથી થતું, અમે નાના માણસ એટલે સસ્પેન્ડ કર્યા, પક્ષમાં બહુ ખટપટ, હવે કોંગ્રેસમાંથી લડીશું-જાદવ 

 રાજકોટ, : અગાઉ દરેક ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નેતાઓ કે જેમાં મોટાભાગના સામે ભાજપે ગંભીર આક્ષેપો કર્યા હોય તેમને પણ ભાજપમાં ધામધૂમથી પ્રવેશ અપાતો રહ્યો છે ત્યારે હવે ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પક્ષપલ્ટાની મોસમ શરૂ થઈ છે. જો કે શરૂઆત ઉલ્ટી ગંગાથી થઈ છે અને ભાજપમાં 25 વર્ષથી સક્રિય અને બે ટર્મથી વોર્ડ નં. 6માં કોર્પોરેટરની ચૂંટણી જીતતા કોળી સમાજના દેવુબેન જાદવ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. 

લોકસભા ચૂંટણી વખતે આવાસ યોજનામાં તેઓ પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં તરીકે લાભાર્થી તરીકે નામ આવ્યું તે કહેવાતા કૌભાંડમાં તેમણે બધા પુરાવા પક્ષમાં રજૂ કર્યા છતાં પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા અને ગત બે વર્ષથી તેઓ મહાપાલિકામાં અપક્ષ કોર્પોરેટર તરીકે સક્રિય હતા.  ભાજપમાં અઢી દાયકા વિતાવ્યા બાદ તેમણે એવો આક્ષેપ કર્યો કે ભાજપમાં મોટામાથા ગમે તે કરે તો પગલા લેવાતા નથી અને અમારા જેવા નાના માણસ સામે પગલા લેવાય છે અને તે પણ ભાજપમાં આંતરિક ખટપટના કારણે. આથી કંટાળીને સમાજના અગ્રણીઓ સાથે વાત કરીને ભાજપ છોડીને કોંગ્રેસમાં ભળ્યા છીએ અને કોંગ્રેસે આ જ વોર્ડમાં અમને ટિકીટનું વચન આપ્યું છે. તો ભાજપના સૂત્રો કૌભાંડમાં સંડોવાયેલા વિવાદી નેતાને અમે સસ્પેન્ડ કર્યા તેને કોંગ્રેસે આવકાર્યા કહીને ટીકા કરી છે.