Gujarat

અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી

By GS TEAM
21 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીઓ લોકોને પોતાની જાળમાં ફસાવી રહી છે. તાજેતરમાં અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વ્યક્તિને શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપીને ઠગે 26.98 લાખ રૂપિયાની મસમોટી રકમ પડાવી લીધી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી

Forex Trading Fraud in Ahmedabad: અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીઓ લોકોને પોતાની જાળમાં ફસાવી રહી છે. તાજેતરમાં અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વ્યક્તિને શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપીને ઠગે 26.98 લાખ રૂપિયાની મસમોટી રકમ પડાવી લીધી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણો શું છે મામલો

આ કેસમાં ફરિયાદી 58 વર્ષીય અમિતાભ અક્ષયસિંહ ડાંગી છે, જેઓ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નિવૃત્ત જીવન વિતાવે છે. ગત 6 જુલાઈ 2025ના રોજ ફેસબુકના માધ્યમથી તે અજાણ્યા ઠગોના સંપર્કમાં આવ્યા હતા. ગણીકા યાદવ અને નિતીશ મેન્ટર નામના વ્યક્તિઓએ તેમને વિશ્વાસમાં લઈ, ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને ટ્રેડિંગના નામે તેમની તથા તેમની પત્નીના બેન્ક ખાતામાંથી કુલ 26,98,190 રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો: કોઈપણ કામ લઈને સીધા સચિવાલય આવો, દલાલોના ચક્કરમાં ના પડશો, મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન

ફરિયાદી અમિતાભભાઈ જ્યારે ફેસબુક વાપરી રહ્યા હતા, ત્યારે ગણીકા યાદવ નામની મહિલાએ મેસેન્જર પર સંપર્ક કરી શેરબજારમાં રોકાણથી વધુ કમાણી કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપીઓએ તેમને 'DEX trade' નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને 'Market ETH Analysts' નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેર્યા હતા. આ ગ્રુપમાં અન્ય સભ્યો નફાના ખોટા સ્ક્રીનશોટ મૂકીને રોકાણકારોનો વિશ્વાસ જીતતા હતા.

શરૂઆતમાં ઠગોએ અમિતાભભાઈ પાસેથી 11,000 રૂપિયા રોકાવ્યા અને સામે 14,000 રૂપિયા પરત આપીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. આ નાની રકમ પર નફો મળતા, ફરિયાદીએ વધુ વળતરની આશાએ અલગ-અલગ સમયે ટુકડે-ટુકડે કુલ  26.98 રૂપિયા લાખ જેટલી રકમ આરોપીઓના જણાવ્યા મુજબના બેન્ક ખાતાઓમાં ભરી દીધી હતી. જ્યારે ફરિયાદીએ પોતાના નફા સાથેની રકમ વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ 30 ટકા કમિશન અને અન્ય સર્વિસ ચાર્જની માંગણી કરી નાણાં આપવાનો ઈનકાર કર્યો હતો. સતત નવી રકમની માંગણી થતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અંતે તેમણે 19 ઓગસ્ટ 2025ના રોજ સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા ગણીકા યાદવ, નીતીશ મેન્ટર અને નાણાં મેળવનાર ખાતાધારકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.