ભારતના નિકાસકારોને પણ ફાયદો થશે એક્સચેન્જ રેટની એનિશ્ચિતતાના સમયમાં કરન્સીના સોદાના દર નક્કી કરવા સરળ થશે
પરદેશ ફોરેક્સ મોકલનાર તથા વિદેશથી ફોરેક્સમાં ભારતમાં રોકાણ કરનારને ફાયદો થશે
ભારતમાંથી પરદેશ નાણાં મોકલનાર તથા વિદેશથી ફોરેક્સમાં રોકાણ કરનારને સ્પોટરેટનો લાભ મળશે વિદેશી બાબતોના ખાતાએ નિયમમાં ફેરફાર કરતાં આ રોકાણકારોને હાજર બજારના એક્સચેન્જ રેટનો લાભ મળશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
પરદેશના ઇન્વેસ્ટર ભારતમાં રોકાણ કરવા માટે મોકલે અને ભારતમાંથી વિદેસમાં ડૉલર મોકલે તો તેમના એક્સચેન્જના દર હવે સ્પોટરેટ પ્રમાણે એટલે કે બજારના હાજર ભાવ પ્રમાણે ગણવામાં આવશે. અત્યાર સુધી ફોરેક્સ મોકલે તે પછીના બે દિવસ દરમિયાન થનારી ભાવની વધઘટ પ્રમાણમાં મોકલેલી ફોરેક્સનો એક્સચેન્જ રેટ નક્કી થતો આવતો હોવાથી તેમણે મોકલેલા ફોરેક્સનો વટાવ કેટલા દરથી થયો તે અંગે પારદર્શકતા રહેતી નહોતી. આ સ્થિતિને બદલવા માટે મિનિસ્ટ્રી ઓપ કોર્પોરેટ અપેર્સે એએસ-૨૧માં ફેરફાર કર્યો છે. તેનાથી એક્સચેન્જ રેટની બાબતમાં નિશ્ચિતતા ન હોય તેવા સમયમાં કરન્સીના એક્સચેન્જના સોદાઓ સરળતાથી અમલમાં મૂકી શકાશે.
અત્યાર સુધી હાજર ભાવ વત્તા બે દિવસની વધઘટ પ્રમાણેનો એક્સચેન્જ રેટ લાગુ કરવામાં આવતો હોવાથી વિદેશથી ભારતમાં પૈસા મોકલનારને ખબર જ પડતી નહોતી કે તેા પૈસા કયા દરે એક્સચેન્જ થશે. આમ જૂની વ્યવસ્થામાં પારદર્શકતાનો અભાવ હતો. હવે વિદેશથી ૧૦૦૦ અમેરિકી ડૉલર મોકલનારને સ્પોટ રેટ રૃા. ૮૫નો હશે તો તેના રૃા. ૮૫૦૦૦નું રોકાણ થશે તે નિશ્ચિત થઈ જશે. ભૂતકાળમાં તેનું રોકાણ રૃા. ૮૪,૫૦૦ કે પછી ૮૫,૨૦૦એ પણ થતું હતું. હવે આ બાબતમાં પૂર્ણ પારદર્શકતા આવી જશે.
અત્યારે જે દિવસે નાણાં મોકલે તે દિવસ પછીના બે દિવસ સુધીમાં ફોરેક્સના દરમાં થતાં ફેરફારને જોઈને અનુકૂળ પડે તે રીતે ફોરેક્સનો એક્સચેન્જ રેટ નક્કી કરવામાં આવતા વિદેશ નાણાં મોકલનારને કે પછી વિદેશથી ભારતમાં નાણાં મોકલનારને ગેરલાભ થતો હતો. પરંતુ આ સુધારાને પરિણામે મોકલેલા નાણાં સામે કેટલા નાણાં મળશે તે ચોક્કસ પણે નિશ્ચિત કરી શકાશે. આમ એએસ-૨૧માં કરવામાં આવેલા પ્રસ્તુત ફેરફારને કારણે એક્ઝેટ એક્સચેન્જ રેટ જાણી શકાશે.
વિદેશથી ભારત નાણાં મોકલતી અને ભારતમાંથી વિદેશમાં નાણા મોકલતી કંપનીઓને પણ તેનો ફાયદો મળશે. ટૂંકા ગાળામાં હૂંડિયામણના દરમાં મોટા ફેરફાર આવી જતા ઘણી વાર મોટું નુકસાન થઈ જતું હતું તો કેટલીકવાર મોટો લાભ મળી જતો હતો. પરંતુ તેને કારણે અનિશ્ચિતતા રહેતી હતી. હવે આ અનિશ્ચિતતા રહેશે નહિ.