Get The App

વાડે ચિભડા ગળ્યા: સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીન પર બનાવી દીધુ ગોડાઉન, તંત્રએ સીલ મારી ગુનો નોંધ્યો

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
વાડે ચિભડા ગળ્યા: સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીન પર બનાવી દીધુ ગોડાઉન, તંત્રએ સીલ મારી ગુનો નોંધ્યો 1 - image


Illegal Godown Seal In Chotila Surendranagar : સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીનમાં ખડકેલું ગોડાઉન તંત્રએ સીલ કર્યું છે. તંત્રની ટીમે 2500 ચો.મી. જમીનમાં ખડકાયેલા દબાણમાંથી 11.40 લાખની કિંમતની 48,000 ઠંડાપીણાની બોટલો સીઝ કરી હતી. ચોટીલા પ્રાંતના અધિકારીએ ગેરકાયેદ દબાણ દૂર કરીને વનકર્મી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ચોટીલા મામલતદારને સૂચનાઓ આપી છે.

વનકર્મીએ સરકારી જમીનમાં ખડકેલું ગોડાઉન સીલ

ચોટીલા શહેરી વિસ્તારમાં સરકારી હોસ્પિટલની સામે આવેલી કિંમતી સરકારી જમીનમાં ગેરકાયદે રીતે ધમધમતા ઠંડા પીણાના ગોડાઉન પર તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને શંકા જતાં મામલતદાર અને સર્કલ ઓફિસર સાથે રેકર્ડની ચકાસણી હાથ ધરતા આ જમીન સરકારી હોવાનું સામે આવ્યું હતું. 

વાડે ચિભડા ગળ્યા: સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીન પર બનાવી દીધુ ગોડાઉન, તંત્રએ સીલ મારી ગુનો નોંધ્યો 2 - image

48,000 ઠંડાપીણાની બોટલો સીઝ

તપાસમાં જાણવા મળ્યું હતું કે, દબાણ કરાયેલી સરકારી જમીન પર 500 ચો.મી.માં પાકું બાંધકામ કરીને ગોડાઉન અને બાકીની જગ્યામાં ગાયોનો તબેલો બનાવવામાં આવ્યો હતો. તંત્રએ સ્થળ પરથી 42,000 પાણીની બોટલો અને 6,000 કોલ્ડડ્રિંક્સ મળી કુલ 48,000 બોટલોનો જથ્થો જપ્ત કરી ગોડાઉનને સીલ માર્યું છે.

વાડે ચિભડા ગળ્યા: સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીન પર બનાવી દીધુ ગોડાઉન, તંત્રએ સીલ મારી ગુનો નોંધ્યો 3 - image

આ ગેરકાયદેસર બાંધકામ પાછળ ચોટીલા વન વિભાગના જ કર્મચારી ભરતભાઈ બાવકુભાઈ ખાચર (ફોરેસ્ટર)નો હાથ હોવાનું ખુલ્યું છે. ગોડાઉન ચલાવતા રોહનભાઈ આચાર્ય પાસેથી ભરતભાઈ ભાડા કરાર કરતા વધુ રકમ એટલે કે દર મહિને રૂ.12,000 વસૂલતા હતા. 

આ પણ વાંચો: ગીરમાં મંજૂરી વગર ધમધમતા 10થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ, હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી

આ ગંભીર બાબતને ધ્યાને લઈ ડેપ્યુટી કલેક્ટરે તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવા, ખોદકામની વસુલાત કરવા અને જવાબદાર શખસ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા ચોટીલા મામલતદારને સૂચના આપી છે.