Gujarat

સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ, ઘટનાની તપાસ શરૂ

By GS TEAM
6 Nov 20251 min read
TukuTouch Logo
સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, ગોળી કઈ રીતે અને કયા સંજોગોમાં વાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ, ઘટનાની તપાસ શરૂ

Surat News : સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, ગોળી કઈ રીતે અને કયા સંજોગોમાં વાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.  

વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મગજમાં બુલેટ વાગતાં ઓપરેશન કરીને બુલેટ બહાર કાઢવામાં આવી છે. હાલ RFO સોનલની હાલતે ગંભીર હોવાનું જણાય છે. 

આ પણ વાંચો: રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા, લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત? રહસ્ય અકબંધ

કામરેજ પોલીસ સ્ટેસનમાં બે દિવસ પહેલા RFO સોનલે તેમની કારમાંથી મળી આવેલા  GPS ટ્રેકર મામલે અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. RFO સોનલના કૌટુંબિક તકરાર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી કે શું છે સમગ્ર મામલો, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.