Vadodara Liquor Crime : વડોદરામાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કોયલી ગામ પાસે આવેલ મેધા કંપનીના પાછળના ભાગે તમાકુના ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિમત રૂપીયા 77,700નો મુદ્દામાલ પકડી પાડી શહેર લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-01 દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરમાં અસામાજીક તત્વો દ્રારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેવા તત્વોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા ઉચ્ચ અધિકારીઓ તરફની મળેલ સુચના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-01ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એચ.રાણા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા. દરમ્યાન અ.હે.કો. આઝાદ રધુનાથનાઓને બાતમી મળેલ કે “કોયલી ગામ પાસે આવેલ મેઘા કંપની બાજુમાંથી પસાર થતા કાચા રસ્તા પાસે આવેલ તમાકુના ખેતરમાં કોઇ ઇસમે ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે." બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી તમાકુના ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાટર નંગ 259 કિમત રૂપીયા 77,700નો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા ઇસમ વિરુધ્ધ જવાહરનગર પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.


