ખેડા - તારાપુર હાઇવે પરથી ટ્રકમાંથી રૂ. 65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- દારૂ કટિંગનો પોલીસે પર્દાફાશ કર્યો
- દારૂ, વાહનો સહિત રૂપિયા 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત, 15 શખ્સો સામે ફરિયાદ
લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં ખેડા-તારાપુર હાઈવે પર ખેતરમાં ડીવાયએસપી વિમલ બાજપાઇ અને તેમની ટીમ દ્વારા દરોડો પાડી દારૂ કટિંગનો પર્દાફાશ કર્યો છે. અહીંયાથી એક કન્ટેનર ટ્રકમાં પેપરની આડમાં દારૂનો જથ્થો ભરી લવાયો હતો અને પોલીસે ગણતરી કરતા ૩૫૦થી વધુ દારૂની પેટીઓ કિંમત રૂપિયા ૬૫ લાખથી વધુનો દારૂ થાય છે. ફોર વિહલર કાર અને ડાલામાં દારૂનું કટીંગ કરતા હતા. વિદેશી દારૂ અને અન્ય વાહનો સહિતનો મુદ્દામાલ મળી પોલીસે કુલ ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે લિંબાસી મથકે ૧૫ શખ્સો સામે ફરિયાદ નોંધી છે. જેમાં કમલેશ બારૈયા, સંજય રબારી, સાબીર પઠાણ, દિનેશ ગોહેલ, ચિરાગ ચોવીશા, તસલીમ આસુ, કેશારામ બિશ્નોઈ, અશોક બારૈયા, ભદ્રેશ પટેલ, અનિલ સિન્ધી, શંકર બિશ્નોઈ, એકરામ, મુસ્તાક, રવિ સહિત અન્ય એક ડાલા ચાલક સામે ગુનો નોંધ્યો છે.