Get The App

ડેટા આધારિત પોર્ટલથી ગુજરાતની વીજ માગમાં થનારા વધારાની સચોટ આગાહી થઈ શકશે

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
ડેટા આધારિત પોર્ટલથી ગુજરાતની વીજ માગમાં થનારા વધારાની સચોટ આગાહી થઈ શકશે 1 - image

વડોદરાઃ ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં આગામી પાંચ વર્ષમાં વીજ માગમાં કેટલો વધારો થશે તે હવે જાણી શકાશે.જેના આધારે વીજ પુરવઠો પૂરો પાડવા માટેની માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનું આયોજન વેળાસર કરી શકાશે.

ગુજરાત સરકારની વીજ કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આ માટે સરકારી વીજ કંપનીઓના ડેટા આધારિત ઊર્જા સંવધર્નમ નામનું એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.જેનું આજે વડોદરામાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હાથે લોન્ચિંગ કરાયું હતું.

જીયુવીએનએલના અધિકારીઓએ એક વાતચીતમાં કહ્યું હતું કે, આ પોર્ટલ પર ગુજરાતની સરકારી વીજ કંપનીઓના ૧.૯૫ કરોડ ગ્રાહકોના વીજ વપરાશનું, વીજ કાપનું મોનિટરિંગ કરી શકાશે.સાથે સાથે આ પોર્ટલ પર સરકારી વીજ કંપનીઓના સબ સ્ટેશન, ફીડર, વીજ લાઈનો, વીજ વપરાશ સહિતનો તમામ ડેટા ફીડ કરવામાં આવ્યો છે.ઉપરાંત વીજ વપરાશનો રીઅલ ટાઈમ ડેટા પણ પોર્ટલ થકી જાણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.અધિકારીઓનું કહેવું છે કે, જીયુવીએનએલ ભારતની એવી પહેલી સરકારી વીજ કંપની બની છે જેણે આવું પોર્ટલ લોન્ચ કર્યુ છે.

૨૦૩૦માં ગુજરાતની વીજ માગ ૩૫૧૩૭ મેગાવોટ થશે 

 આ પોર્ટલના ડેટાના આધારે વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૫-૨૬માં ગુજરાતની વીજ માગ ૨૫૯૫૩ મેગાવોટ રહેશે.જ્યારે પાંચ વર્ષ બાદ એટલે કે ૨૦૩૦-૩૧માં ગુજરાતની વીજ માગ ૩૫૧૩૭ મેગાવોટ પર પહોંચી શકે છે.