Get The App

નોકરી-વ્યવસાય કરતી મહીલાઓ માટે સરખેજમાં વર્કીંગવુમન હોસ્ટેલ બનાવવા રુપિયા બાર કરોડ ખર્ચાશે

ચાર માળની તૈયાર થનારી હોસ્ટેલમાં લોન્ઝ એરિયા સાથે ૯૨ રુમ બનાવાશે

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News

   નોકરી-વ્યવસાય કરતી મહીલાઓ માટે  સરખેજમાં વર્કીંગવુમન હોસ્ટેલ બનાવવા રુપિયા બાર કરોડ ખર્ચાશે 1 - image    

 અમદાવાદ, શનિવાર, 9 ઓગસ્ટ, 2025

બહારગામથી અમદાવાદમાં આવી નોકરી કે વ્યવસાય કરતી વર્કીંગ વુમન માટે રુપિયા બાર કરોડના ખર્ચે સરખેજમાં હોસ્ટેલ બનાવવા મંજૂરી અપાઈ છે.ચાર માળની તૈયાર થનારી હોસ્ટેલમાં લોન્ઝ એરિયા સાથે ૯૨ રુમ બનાવાશે.

સરખેજ વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૨૬ના ફાઈનલ પ્લોટ નંબર-૬૯ના ૨૪૩૯ ચોરસમીટર પ્લોટ એરીયામા રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની ગ્રાન્ટમાંથી રુપિયા ૧૨.૯૨ કરોડના ખર્ચથી ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત ચાર માળ સુધીની વર્કીંગવુમન હોસ્ટેલ બનાવાશે.બેઝમેન્ટમાં પાર્કીંગની સુવિધા સાથે ટવીન શેરીંગ ૯૨ રુમ, બે ડોરમેટરી સાથે કુલ ૧૯૬ ઓકયુપન્સી ઉપલબ્ધ કરાવાશે.કોન્ટ્રાકટર સત્યમ કન્સ્ટ્રકશનને આ હોસ્ટેલ બનાવાની કામગીરી આપવામા આવી છે.૧૮ મહીનામા તૈયાર થનારી આ હોસ્ટેલમાં વેઈટીંગરુમ, કંટ્રોલરરૃમ ઉપરાંત ડે કેર સેન્ટર, રિક્રીએશન સેન્ટર તથા ડાઈનીંગ એરીયા સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

Tags :