સ્થાયી સમિતિ દ્વારા સૌપ્રથમવાર એકસાથે સાત જેટલી દરખાસ્ત નામંજૂર કરી દેવાઇ
ગાંધીનગર મહાનગરપાલિકામાં મળેલી બેઠકમાં
સિવિલ અને ફેબ્રિકેશન વર્ક માટે ૨૨ અને પેવર વર્ક માટે ૩૧ એજન્સીઓનો સમાવેશ કરાયો હતો : નવું ટેન્ડર કરવા સૂચના
ગાંધીનગર મહાનગરપાલિકામાં અગાઉ અંદાજ કરતા ઊંચા ભાવના
ટેન્ડર આવતા હતા અને આ પ્રકારની પ્રેક્ટિસ વધી હતી. જેના કારણે સ્થાયી સમિતિ
દ્વારા આવી દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી હતી. જેથી હવે ઊંચા ભાવના ટેન્ડર આવતા
નથી પરંતુ સમિતિ દ્વારા હવે અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવતી વિવિધ દરખાસ્ત ઉપર
વિસ્તૃત ચર્ચા અને પરામર્શ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આજે સૌ પ્રથમવાર એક
સાથે સાત જેટલી દરખાસ્તો ના મંજૂર કરી દેવામાં આવી હતી.
જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસે
જણાવ્યું હતું કે, જ્યારે
જરૃર પડે ત્યારે કામગીરી કરી શકાય તે માટે સિવિલ વર્ક અને ફેબ્રિકેશન વર્ક માટે
એજન્સી એમપેનલ કરવાના ટેન્ડરને મંજૂરી આપવાની દરખાસ્તમાં ૨૨ એજન્સીઓનો સમાવેશ
કરવામાં આવ્યો હતો.
આ જ પ્રકારે પેવર બ્લોકની કામગીરીના ૩ કરોડના ટેન્ડરમાં
એમપેનલમેન્ટ માટે ૩૧ એજન્સીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે યોગ્ય જણાતું નથી. આથી
આ ટેન્ડરની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે અને બંને કામો માટે અલગથી ઓનલાઇન
ટેન્ડર બહાર પાડી ભાવની દ્રષ્ટીએ પ્રથમ ૫ ક્રમે આવેલી એજન્સીઓને ૭ દિવસમાં એમ્પેનલ
કરવા અને તમામને એલ-૧ના ભાવે કામ આપવા સૂચના આપવામાં આવી છે તો આ જ પ્રકારે
મહાનગરપાલકાની વિવિધ શાખાઓ માટે વેબ એપ્લિકેશન ડેવલપ કરવા માટે એક વેબ ડેવલપરને
માસિક ૯૧ હજારના પગારથી રાખવાની દરખાસ્ત હતી. જેમાં મેનપાવર એજન્સીને સવસ ચાર્જ, જીઆઇએલને પણ સવસ
ચાર્જ ચૂકવવાનો થતો હતો.
આ દરખાસ્ત પણ રદ
કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ૭ સ્થળોએ સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ લગાવવા અને
સેક્ટરોમાં ૮૪ સીસીટીવી કેમેરા લગાવી સર્વેલન્સ ઉભી કરવાની કામગીરી માટે કન્સલ્ટન્સી
સવસ પુરી પાડવા જીઆઇએલ અથવા જીઆઇપીએલને કામગીરી સોંપવાની દરખાસ્ત પણ નામંજૂર કરી
દેવામાં આવી છે તેની સાથે આર્કીટેક્ટ,
સ્ટ્રક્ચર, ડીપીઆર
સહિતની કામગીરી માટે ૧૨ એજન્સીઓને એમપેનલ કરવાની દરખાસ્ત નામંજૂર કરી દેવામાં આવી
હતી. જ્યારે સરકારી જાહેરાત માટે ૧૦૦ હોડગ્સ સ્ટ્રક્ચર ઉભા કરવાની ફરી થયેલી
દરખાસ્ત નામંજૂર કરી નવેસરથી પ્રક્રિયા કરવા સૂચના આપવામાં આવી છે.