Gujarat

વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે

By GS TEAM
13 May 20261 min read
વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત  અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે

  અમદાવાદ,બુધવાર,13 મે,2026

અમદાવાદમાં વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાંની વસ્તી ગણતરી શરૃ કરવામા આવી છે.દસ મહિના આ કામગીરી ચાલશે. આ કામગીરી પાછળ રુપિયા ૨૯ લાખથી વધુનો ખર્ચ થશે.બહેરામપુરા વોર્ડમાં રખડતા કૂતરાંના સર્વે દરમિયાન ૪૯૦૬ કૂતરાં મળ્યા હતા.આ પૈકી ૪૪૮૬ સ્ટરીલાઈઝ હતા.

રેબીસ ફ્રી અમદાવાદ-૨૦૩૦ અભિયાન અંતર્ગત શહેરમાં રખડતા કૂતરાની વસ્તી ગણતરી શરુ કરવામા આવી છે.વર્ષ-૨૦૧૯માં શહેરમાં અંદાજિત ૨.૧૦ લાખ રખડતા કૂતરાં હતા.રખડતા કૂતરાંના સર્વે માટે ગોલ ફાઉન્ડેશન નામની સંસ્થાને કામગીરી સોંપવામા આવી છે. વોર્ડ દીઠ  સર્વે માટે એજન્સીને રુપિયા ૬૨ હજાર ચૂકવાશે.અત્યાર સુધીમાં ૫૦૭૧ ડોગનુ માઈક્રો ચીપીંગ કરવામા આવ્યુ છે.સી.એન.સી.ડી.વિભાગના વડા નરેશ રાજપૂતે કહયુ,ડોગ સેન્સસથી જન્મદર નિયંત્રણ માટે અસરકારક કામગીરી કરી શકાશે.

શહેરમાં ઘરડા ડોગ વધુ જોવા મળે છે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામા આવેલા રખડતા કૂતરાંના સર્વે દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ અવલોકન સામે આવ્યા છે.જેમાં શહેરમા નાના ગલુડીયા,પપી લગભગ જોવા મળતા નથી.પાંચ વર્ષ અગાઉ સોસાયટી,લત્તા કે ચાલીમા છ કે સાત ડોગ જોવા મળતા હતા જે હવે ઘટીને બે કે ત્રણ જોવા મળે છે.તેના કાન પાછળ વી ખાંચ જોવા મળે છે.તેનો જીવનકાળ સરેરાશ ૧૨થી ૧૩ વર્ષ હોઈ હાલમા શહેરમા ઘરડા ડોગ વધુ જોવા મળે છે.

કૂતરાંના ખસીકરણ પાછળ ખર્ચ

વર્ષ    સખ્યા       ખર્ચ(કરોડમાં)

૨૦૨૦ ૩૬૩૬૩        ૩.૨૪

૨૦૨૧ ૨૧૫૦૨       ૧. ૯૧

૨૦૨૨ ૩૦૩૬૦         ૨.૭૭

૨૦૨૩ ૪૬૪૭૧      ૪.૪૩

૨૦૨૪ ૪૦૨૦૬     ૩.૯૨

૨૦૨૫ ૧૪૪૬૧    ૧.૪૧

૨૦૨૬ ૭૫૩૧     ૧.૮૬