Gujarat

વડોદરામાં પહેલીવાર સેક્ટર-1ના એડિ. પોલીસ કમિશનરની પોસ્ટ ભરાઇઃચાર IPSનું આગમન

By GS TEAM
6 Mar 20261 min read
વડોદરામાં પહેલીવાર સેક્ટર-1ના એડિ. પોલીસ કમિશનરની પોસ્ટ ભરાઇઃચાર IPSનું આગમન

વડોદરાઃ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને રાજ્યના આઇપીએસની બદલીઓ થતાં વડોદરા શહેરમાં પણ ચાર અધિકારીઓની બદલી થઇ છે.

જોઇન્ટ પોલીસ કમિ.ડો.લીના પાટીલની બદલી પોલીસ એકેડેમીમાં થતાં તેમની જગ્યાએ જૂનાગઢના આઇજીપી નિલેશ જાજડીયાને મુકવામાં આવ્યા છે.જ્યારે, એડિશનર પોલીસ કમિ.(સેક્ટર-૧-ટ્રાફિક)ની પહેલીવાર પોસ્ટ ભરાઇ છે અને ડીઆઇજીપી (ઇન્ટેલિજન્સ)ડો.સુધીર દેસાઇનું પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ડીઆઇજીપી સરોજકુમારીને વડોદરા જેલના ડીઆઇજીપી તરીકે મુકવામાં આવ્યા છે.જ્યારે,સુધા પાન્ડેને વડોદરાના આર્મ્ડ યુનિટના ડીઆઇજીપી તરીકે મુકવામાં આવ્યા છે.