૪૦ વર્ષ પછી પહેલી વખત ઔડાએ સુચિત ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો કરવા ઠરાવ પસાર કરી દીધો

અમદાવાદ, મંગળવાર,17 જુન,2025
૪૦ વર્ષ પછી પહેલી વખત ઔડાએ માળખાકીય સુવિધા પુરી પાડવા
સુચિત ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો કરવા ઠરાવ કરી અમલીકરણ માટે રાજય સરકારની મંજુરી
માંગી છે.રહેણાંક બાંધકામ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૫૦ તથા કોમર્શિયલ બાંધકામ
માટે રુપિયા ૭૫ સરકારની મંજુરી પછી વસૂલાશે.ઔડાને સુચિત ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો
કરવા મંજુરી મળશે એ પછી ઔડા હસ્તકના વિસ્તારમાં આવેલી રહેણાંક, કોમર્શિયલ
મિલકતોના ભાવમાં તેમજ જમીનના ભાવમાં પણ ધરખમ વધારો થવાની પ્રબળ સંભાવના છે.
ઔડાની રચના થઈ
એ સમયથી
ઔડા દ્વારા બાંધકામ કયા હેતુ માટે કરવામાં આવે છે,બાંધકામનો હેતુ
કયો છે તે ઉપરાંત કયા પ્રકારનુ ડેવલપમેન્ટ
કરવામાં આવે છે એના આધારે પ્રતિ ચોરસમીટર પાંચ રુપિયાથી પંદર રુપિયા સુધીનો સુચિત
ડેવલપમેન્ટ ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો.ઔડાની બેઠકમાં રહેણાંક ,વાણિજય
અને ઈન્ડસ્ટ્રીયલ જમીન તથા તેમાં બાંધકામ માટે તેમજ ખેતીવાડીની જમીન અને તેના ઉપર બાંધકામ માટે તથા
જાહેર હેતુ અને શૈક્ષણિક બાંધકામ માટે વસૂલાતા સુચિત ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો
કરવાનો ઠરાવ પસારકરવામા આવ્યો છે.
કયાં કેટલો સુચિત વધારો સુચવાયો?
પ્રકાર સુચિત
ચાર્જ(પ્રતિ ચો.મી.)
રહેણાંક જમીન માટે
૪૦
રહેણાંક બાંધકામ માટે ૫૦
વાણિજય જમીન માટે ૬૦
વાણિજય બાંધકામ માટે ૭૫
ઈન્ડસ્ટ્રીયલ જમીન માટે ૬૦
ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ
૭૫
ખેતીવાડી જમીન ૨૫
ખેતીવાડી બાંધકામ ૨૫
જાહેર હેતુ જમીન ૨૫
શૈક્ષણિક બાંધકામ ૨૫
અન્ય જમીન ક્ષેત્રફળ ૪૦
અન્ય જમીન બાંધકામ ૫૦
શેલા,દહેગામ
હોલના ભાડામાં વધારો કરાયો
ઔડાની બેઠકમાં મહેમદાવાદ ખાતે
બનાવાયેલા ઓડીટોરીયમ અને બેન્કવેટ હોલના ભાડાના દર નકકી કરાયા હતા. આ ઉપરાંત શેલા
તથા દહેગામમાં આવેલા હોલના ભાડામાં વધારો કરવા મંજુરી અપાઈ હતી.શેલામાં આવેલા
ઓડીટોરીયમ માટે ત્રણ શિફટમાં રુપિયા ૩૦થી લઈ ૫૦ હજાર સુધી ભાડુ વસૂલાશે.ઉપરાંત એક
લાખ રુપિયા ડિપોઝીટ વસૂલાશે.બેન્કવેટ હોલ માટે રુપિયા ૪૫થી ૫૫ હજાર ભાડુ તથા રુપિયા
એક લાખ ડિપોઝીટ વસૂલાશે.સફાઈ ચાર્જ રુપિયા ૧૦થી ૧૫ હજાર,સિકયુરીટી ચાર્જ રુપિયા
૧૦થી ૧૫ હજાર તેમજ ઈલેકટ્રીક ચાર્જ વપરાશ મુજબ વસૂલ કરાશે.








