Gujarat
ઉનાળાની ગરમીમા રાહત માટે અટલબ્રિજ,ફલાવરપાર્ક,મૂનટ્રેલ પાર્ક રાતે ૧૨ સુધી ખુલ્લા રહેશે
By GS TEAM
23 May 20261 min read

અમદાવાદ,શનિવાર,23 મે,2026
હાલમાં અમદાવાદમાં ઉનાળો આકરો બની રહયો છે. આ પરિસ્થિતિમાં
અટલબ્રિજ,ફલાવરપાર્ક
અને મૂ્નટ્રેલપાર્કને રાત્રે ૧૨ કલાક સુધી ખુલ્લા રાખવા અંગે નિર્ણય લેવામા આવ્યો
છે. સોમવારથી રાત્રે ૧૧ના બદલે ૧૨ કલાક સુધી લોકો મુલાકાત લઈ શકશે અને ગરમીથી રાહત
મેળવી શકશે.
સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ આવેલા તમામ ગાર્ડન રાત્રિના ૧૧ કલાક
સુધી ખુલ્લા રાખવામા આવે છે.ઉનાળાની ગરમી અને રજાઓને ધ્યાનમા રાખીને સાબરમતી રિવરફ્રન્ટ
ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અટલબ્રિજ,ફલાવરપાર્ક તથા મૂનટ્રેલપાર્ક ખાતે મુલાકાતીઓની સંખ્યામાં વધારો
જોવા મળતા તેના સમયમા વધારો કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.આ ત્રણે માટે ટિકિટિંગ સમય
રાત્રિના ૧૧ કલાક સુધી તથા મુલાકાતનો સમય રાત્રિના ૧૨ કલાક સુધી કરવામા આવ્યો છે.મુલાકાતીઓએ
પ્રવેશ મેળવ્યા પછી નિયમોનુ પાલન કરવુ પડશે.









