જાહેરમાં કચરો નાંખવા બદલ SP રીંગ રોડ ઉપર ગ્રીન બેલી સહીત પાંચ દુકાન સીલ કરાઈ
પ્લોટમાં ખાણીપીણીની ડીશો,ગ્લાસ સહિતનો અન્ય કચરો વેપારીઓ નાંખતા હતા
અમદાવાદ,શુક્રવાર, 9 મે,2025
જાહેરમાં કચરો નાંખવા
બદલ અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ ઉપરના અર્બન ચોકમાં આવેલી ગ્રીન બેલી
સહીત કુલ પાંચ દુકાન સોલિડ વેસ્ટ વિભાગે સીલ કરી હતી. આ દુકાનના વેપારીઓ બાજુમાં
આવેલા પ્લોટમાં ખાણીપીણીની ખરાબ ડીશો સહીતનો કચરો નાંખી ગંદકી કરતા હતા.દુકાન દીઠ
રુપિયા પાંચ હજાર દંડ વસૂલ કરાયો છે.
એસ.પી.રીંગ રોડ ઉપર આવેલ ફુડ પાર્ક એવા અર્બન ચોકના વેપારીઓ
દ્વારા બાજુમાં આવેલા પ્લોટમાં ખાણીપીણીની ખરાબ ડીશો,ગ્લાસ તેમજ અન્ય
કચરો નાંખી ગંદકી ફેલાવવામાં આવી હતી.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ગ્રીન બેલી,મોકટેલ શોટ્સ, પ્યોર બીન્સ એન્ડ
ક્રીમ , વોટર
આઉટલેટ તથા અમૃતસરી ઢાબા એમ કુલ પાંચ દુકાન સીલ કરાઈ હતી.જયારે પશ્ચિમ ઝોનમાં
સાબરમતી,રાણીપ
તથા ચાંદખેડા વોર્ડમાં પણ જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરવા બદલ ૧૪ દુકાન
સીલ કરી રુપિયા ૧.૨૦ લાખનો વહીવટી ચાર્જ
વસૂલ કરાયો હતો.