બૂટ ચંપલના ધંધામાં ખોટ જતાં છૂટા પડેલા બે ભાગીદારો વચ્ચે તકરાર,એક ભાગીદારે ઉઘરાણી કરી માર માર્યો

વડોદરાઃ બૂટ-ચંપલના ધંધામાં ખોટ જતાં ત્રણ મહિનામાં જ છૂટ ાપડેલા બે ભાગીદારો વચ્ચે ઉઘરાણી ના મુદ્દે તકરાર થતાં એક ભાગીદારે બીજાને માર માર્યો હતો.
હરણી પોલીસ સ્ટેશન હેઠળના મોતીભાઇ પાર્ક નજીક સિધ્ધાર્થ ક્યુબમાં રહેતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર ફૂટવેરની દુકાન ધરાવતા નારાયણરામ સરગરાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૩માં મેં અને હિતેન્દ્ર જીવણભાઇ પરમારે ભાગીદારીમાં બૂટ-ચંપલનો ધંધો શરૃ કર્યો હતો.પરંતુ તેમાં ત્રણ મહિનામાં જ ખોટ ગઇ હતી.
જેથી બંને ભાગીદાર લખાણ કરાવી છૂટા પડયા હતા.જેમાં મેં સામાન અને વાન રાખ્યા હતા.જેની સામે ભાગીદાર હિતેન્દ્રને રૃ.૫ લાખ આપવાના હતા.આ રકમ વસૂલવા માટે હિતેન્દ્ર ગાળાગાળી કરતો હતો અને ગઇરાતે મારી દુકાને તેના પિતા સાથે આવી લાફા માર્યા હતા.તેણે અત્યારે પૈસા નહિ મળે તો જીવતો નહિ રહેવા દંઉ તેવી ધમકી પણ આપી હતી.જેથી હરણી પોલીસે હિતેન્દ્ર જીવણભાઇ પરમાર અને તેના પિતા જીવણ ભાઇ (જી પ્લાઝા,સિધ્ધાર્થ ક્યુબ સામે હાલ રહે.મારૃતિધામ,જ્યુપીટર ચાર રસ્તા, મકરપુરા) સામે ગુનો નોંધ્યો છે.