Gujarat

જામનગરના રેલવે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ નવા બનતા બ્રિજની કામગીરીને લઈને તા.18 સુધી બંધ રહેશે

By GS TEAM
16 Sep 20251 min read
TukuTouch Logo
જામનગર રેલવે સ્ટેશન પર મુસાફરોના આવવા જવા માટે દ્વારકા તેમજ રાજકોટ છેડા માટેનો ખાસ ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ બ્રિજના નવનિર્માણના કારણે રાજકોટ છેડા તરફનો ઓવરબ્રિજ તારીખ 18 સપ્ટેમ્બર સુધી જાહેર ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના રેલવે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ નવા બનતા બ્રિજની કામગીરીને લઈને તા.18 સુધી બંધ રહેશે

Jamnagar : જામનગર રેલવે સ્ટેશન પર મુસાફરોના આવવા જવા માટે દ્વારકા તેમજ રાજકોટ છેડા માટેનો ખાસ ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ બ્રિજના નવનિર્માણના કારણે રાજકોટ છેડા તરફનો ઓવરબ્રિજ તારીખ 18 સપ્ટેમ્બર સુધી જાહેર ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે.

રાજકોટ ડિવિઝનના જામનગર રેલવે સ્ટેશન પર મુસાફરોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે ખાસ દ્વારકા અને રાજકોટ બંને તરફ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે

આ બ્રિજને સ્થાને 12 મીટર નવો ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે, જેના નિર્માણ કાર્ય માટે રાજકોટ છેડા તરફનો ઓવરબ્રિજ તારીખ 18 સપ્ટેમ્બર સુધી મુસાફરો માટે બંધ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન મુસાફરો ફરજિયાત પણે બીજા ઓવરબ્રિજ એટલે કે દ્વારકા છેડાવાળો ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે તેમ રેલ તંત્ર દ્વારા મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે.