ઇન્ફોસિટીથી રિલાયન્સ ચોકડી સુધીમાં ખાણીપીણીના લારી ગલ્લાને હટાવાયાં
મહાપાલિકાની એસ્ટેટ શાખા હરકતમાં આવી
પખવાડિયાથી પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે ઃ રજાના દિવસોમાં ફરી દબાણો ખડકાઇ જતાં પોલીસને સાથે રાખીને ઉઠાવી લેવાયાં
ગાંધીનગર : રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં દબાણોની સમસ્યા અન્ય શહેરો જેવી જ છે. ન્યુ ગાંધીનગરમાં વિકસિત વિસ્તારમાં ખાણી પીણીના દબાણોનો રાફડો ફાટયો હોવાથી ફૂટપાથ પર પણ ચાલવાનું મુશ્કેલ બન્યું છે. ત્યારે ઇન્ફોસિટીથી રિલાયન્સ ચોકડી સુધીના વિસ્તારમાં મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને રોડ સાઇડ પરથી ખાણીપીણીના લારી ગલ્લાઓને હટાવી દેવામાં આવ્યા હતાં.
શનિવારે ઢલતી સાંજે ખાણીપીણીના વેપારીઓ દ્વારા તેના લારી
ગલ્લા ગોઠવી દેવાની સાથે ખરસી ટેબલોના પથારા રાબેતા મુજબ કરી દેવામાં આવ્યા હતાં.
ત્યારે નોંધવું રહેશે કે તંત્ર દ્વારા અહીં સમયાંતરે દબાણો ખસેડવાની કામગીરી
કરવામાં આવી રહી છે. આ દરમિયાન છેલ્લા પથવાડિયાથી અહીં પેટ્રોલિંગ રાખવાની સુચના
પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હોય તેનું પાલન કરવામાં આવતુ હતું. આમ છતાં રજાના
દિવસોમાં વેપાર કરી લેવા માટે ખાણી પીણીના વેપારીઓ દ્વારા ફરી ઘુસણખોરી કરી
દેવામાં આવી હતી. કુડાસણ વિસ્તારમાં આવતાં ઘ ૦ નજીક ઇન્ફોસિટીથી રિલાયન્સ ચોકડી
સુધીના વિસ્તારમાં રોડની સાઇડ પર રેકડીઓ અને લારી, ગલ્લા ગોઠવી દેવાની સાથે ટેબલ ખુરસીઓ પણ પાથરી દેવામાં
આવ્યાનું ધ્યાનમાં આવતાં એસ્ટેટ શાખાના અધિકારી, કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતાં. કોઇ બબાલ ન થાય તેના માટે
પોલીસ બંદોબસ્ત પણ મેળવીને આ દબાણો હટાવી દેવામાં આવ્યા હતાં. નોંધવું રહેશે, કે સેક્ટર ૨૧ના
ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટમાં તો ખાણી પીણીના ધંધાર્થીઓએ પાકગ જ દબાવી લીધું છે.
તેની સામે કોઇ કાર્યવાહી થતીં નથી.