Gujarat

ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો

By GS TEAM
23 Apr 20261 min read
ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો

યાત્રિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો

દૈનિક હજારો મુસાફરોની અવરજવર છતાં ફૂડ સ્ટોલને તાળા લટકાડી દીધા હતા

ભાવનગર -  ભાવનગર ટર્મિનસ પર છેલ્લા બે-ત્રણ વર્ષથી બંધ કરાયેલા ફૂડ સ્ટોલને આખરે ફરી શરૃ કરવામાં આવતા મુસાફરોએ રાહત અનુભવી છે.

ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર દૈનિક હજારો મુસાફરોની અવરજવર રહે છે. અહીં મુસાફરોની સગવડતા માટે ઉભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલને કોઈ કારણ સબબ તાળા લટકાડી દેવામાં આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. છેલ્લા બે-ત્રણ વર્ષથી બંધ કરાયેલા ફૂડ સ્ટોલને શરૃ કરવા માટે ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ડીઆરયુસીસીની મિટીંગમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સફળ થઈ હોય તેમ આખરે ફૂડ સ્ટોલને ફરી શરૃ કરાયો છે. જેથી ટ્રેનોમાં પ્રવાસ કરતા યાત્રિકોને હાશકારો થયો છે.