બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ

નસવાડી,તા.૨૫ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામે જવાહરલાલ નવોદય વિધાલયના બાળકોને ઊલ્ટીઓ થતા નવોદય વિધાલયના સત્તાવાળાઓ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓને આની જાણ કરતા સંખેડા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક બહાદરપુર ગામે પહોંચી બાળકોની સારવાર કરી હતી.
૧૮ જેટલાં બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું છે અને ૧૨ જેટલાં બાળકો તાવ, શરદી, ખાંસી જેવી અન્ય બિમારી થઇ છે. આમ એક સાથે ૩૦ બાળકો બિમારીની ચપેટમા આવ્યા છે જેને લઇ શાળામાં ફફડાટ ફેલાયો છે અને આરોગ્ય વિભાગનું પ્રાથમિક અનુમાન ફૂડ પોઇઝનિંગ થયું છે. સંચાલકો અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી બાળકોને સારૃ ભોજન મળતું નથી અને જેના કારણે આવી ઘટના બને છે.
આર.એસ.પટેલ ઇન્ચાર્જ બ્લોક હેલ્થ ઓફિસરના જણાવ્યા મુજબ ફૂડ પોઇઝનિંગ બાળકોને થયું છે. હાલ તો ૧૮ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે અને ૧૨ જેટલાં બાળકો અન્ય બિમારી થઇ છે. હાલ બાળકોની હાલત સારી છે.








