Gujarat
વડોદરાની ખંડેરાવમાર્કેટ ફૂટ બજારમાં ખોરાકશાખાના દરોડા : લાયસન્સ વિના ચાલતી 12 ફુટની દુકાનો બંધ કરાવી
By GS TEAM
23 May 20261 min read
જાહેર રોડ પર ગંદકીં, દબાણ મામલે 19 વેપારીઓને રૂા.48 હજારનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
જાહેર રોડ પર ગંદકીં, દબાણ મામલે 19 વેપારીઓને રૂા.48 હજારનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Food Safety : વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ખોરાકશાખાની ટીમે આજે ખંડેરાવમાર્કેટ ફૂટ બજારમાં ઓચિંતુ ચેકીંગ હાથ ધરતા વેપારીઓમાં દોડધામ મચી હતી.
ખોરાકશાખાની ટીમે વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ ખંડેરાવ માર્કેટની પાછળના ભાગે આવેલી ફ્રૂટની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન નહિં ધરાવતી 12 દુકાનોને તાત્કાલિક બંધ કરાવી લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ જ દુકાન શરૂ કરવા આદેશ કર્યો છે.
ઉપરાંત, 22 દુકાન-ગોડાઉન તથા લારીઓ ખાતે ચેકિંગ કરી ગંદકી, દબાણ તથા લાયસન્સ મામલે દંડાત્મક કાર્યવાહી કરી 19 વેપારીઓ પાસેથી રૂા.48,500નો દંડ વસૂલાયો છે. આ દરમિયાન 70 કિલો સડી ગયેલા ફળોનો નાશ કરાયો છે.








