Get The App

ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય 1 - image


Ration Shop Dealers Strike ended: રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો આજે(4 નવેમ્બર) અંત આવ્યો છે. અનાજ વિતરકોની છેલ્લા 4 દિવસથી હડતાલ ચાલી રહી હતી, જેના કારણે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોની મુશ્કેલીઓ પડી રહી હતી. આ પરિસ્થિતિના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સક્રિય થયું અને આજે ગાંધીનગર ખાતે વિતરક આગેવાનો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ અનાજ વિતરકોએ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે.

મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર તરફથી અગાઉ કુલ 20 પૈકી 11 માંગણીઓ સંતોષાઈ હતી. ત્યારે આજની બેઠક બાદ મુખ્ય 5 માંગણીઓ સ્વીકારવામાં આવી છે. ઉપરાંત રેગ્યુલર કમિશન 3 રૂપિયા કરવા માટે સરકાર સહમત થઈ છે. આ સિવાય મીનીમમ કમિશન પણ 30 હજાર કરવા સરકાર સહમત થઈ છે. બાયોમેટ્રિક પદ્ધતિમાં જૂની પદ્ધતિ લાગુ કરવા બાબતે સહમતિ દર્શાવવામાં આવી છે. જેમાં તકેદારી સમિતિના 2 સભ્યોના બાયોમેટ્રિક પર સરકાર સહમત થઈ છે.

જણાવી દઈએ કે, સસ્તા અનાજના દુકાનદારોની હડતાલના કારણે રાજ્યની 17 હજાર દુકાનો બંધ રખાઈ હતી. હડતાળ શru થયાના માત્ર ચાર દિવસમાં જ વિભાગ દ્વારા આ ત્રીજી વાર બેઠક બોલાવવામાં આવી હતી. આ અગાઉ મંત્રી સ્તરે પણ વિતરકો સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ ન આવતા હવે ઉચ્ચ અધિકારીઓએ કમાન સંભાળી હતી.

Tags :