Get The App

આણંદમાં 651 રેશનિંગની દુકાનોમાં 4 દિવસથી અનાજનું વિતરણ બંધ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
આણંદમાં 651 રેશનિંગની દુકાનોમાં 4 દિવસથી અનાજનું વિતરણ બંધ 1 - image

- વરસાદ બાદ ગરીબ પરિવારો રેશનિંગના અનાજથી વંચિત

- જિલ્લામાં 8 તાલુકાના 359 ગામમાં સસ્તુ અનાજ નહીં મળતા 6 લાખ લાભાર્થીની હાલત કફોડી

આણંદ : આણંદ જિલ્લાના ૮ તાલુકાઓમાં આવેલી ૬૫૧ જેટલી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ વિવિધ માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરી જતા છેલ્લા ૪ દિવસથી અનાજનું વિતરણ બંધ થઈ ગયું છે. કમોસમી વરસાદ બાદ રેસનિંગનું અનાજ ના મળતા આણંદ જિલ્લાના ૬ લાખથી વધુ લાભાર્થીઓની હાલત કફોડી બની છે. 

આણંદ જિલ્લા સસ્તા અનાજ એસોસિએશને જણાવ્યું હતું કે, રાજ્યભરના સસ્તા અનાજના વિતરકો દ્વારા ગેરેન્ટેડ કમિશન વધારવા, તકેદારી સમિતિનો ઠરાવ રદ કરવા, ઘટ ન કાપવી, રેશન ડીલરના ઈ-પ્રોફાઈલમાં ડીલરના પરિવાર સભ્યોને દાખલ કરવા, જથ્થો સમયસર મેળવવા, મેન્યુઅલ રેકર્ડ રજીસ્ટ્રર નહીં નિભાવવા, તપાસણીના

નામે ખોટી કનડગત બંધ કરવા સહિતના ૨૦ જેટલા મુદ્દા બાબતે સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાંથી ૧૧ મુદ્દા સરકારે માન્ય રાખ્યા છે. જ્યારે બાકીના પ્રશ્નો અંગે કોઈ લેખિતમાં જવાબ નહીં આપતા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશને હડતાલનું એલાન કર્યું છે. 

આણંદ જિલ્લામાં દુકાનના સંચાલકોએ ચલણ જ જનરેટ કર્યું નથી. સરકાર લેખિતમાં નહીં આપે તો વિતરણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે 

આણંદ જિલ્લામાં રેસનિંગની દુકાનના ૬૫૧ જેટલા સંચાલકો દ્વારા નવેમ્બર માસનું ચલણ જનરેટ કરવામાં આવ્યું નથી. જેના પગલે દુકાનોમાં પુરવઠા તંત્ર દ્વારા અનાજ સહિતનો માલ પહોંચી શક્યો ના હોવાથી હવે રેશનકાર્ડ ધારકો ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

સરકાર સસ્તા અનાજની દુકાનના સંચાલકોને દર મહિને રૂા. ૨૦ હજાર આપે છે ત્યારે સંચાલકોનું કહેવું છે કે, દુકાન ભાડું, માણસોનો પગાર, લાઈટ બિલ સહિતના ખર્ચ કાઢતા કશું મળતું ન હોવાથી દુકાન ચલાવવા તૈયાર નથી. ત્યારે રૂા. ૩૦ હજાર પગાર આપવા માંગણી કરાઈ છે.

આણંદ જિલ્લામાં અનાજ વિતરણ ચાલુ હોવાનો પુરવઠા વિભાગનો દાવો

આણંદ જિલ્લામાં ૬૪૯ દુકાનદારોએ વિવિધ જણસીના ચલણ જનરેટ કરવા સાથે ૬૪૪ દુકાનદારોએ ચલણના નાણાં ભરપાઈ કર્યા છે. ત્યારે જિલ્લામાં ૯૫ ટકાથી વધુ ચલણ જનરેશન તથા પેમેન્ટ સંબંધિત કામગીરી પૂર્ણ થઈ છે. ઉપરાંત સરકારના ગોડાઉનો ખાતેથી ડી.એસ.ડી. (ડોર સ્ટેપ ડીલીવરી) મારફતે વાજબી ભાવની દુકાનોએ ૫૦ ટકા જેટલો જથ્થો પહોંચી ગયો છે. જિલ્લાના દુકાનદારોએ વિવિધ જણસીઓનું વિતરણ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી હોવાનું પુરવઠા વિભાગની યાદીમાં જણાવ્યું છે.