Get The App

નાના બાળકોને આકર્ષવા માર્કેટમાં આવી ફુડની ડિઝાઇનની રાખડી

લાખને મોલ્ડ કરીને બાળકોના ફેવરીટ ફુડ પાણીપુરી, વડાપાઉ, પિત્ઝા જેવા ફુડનો શેપ આપવામાં આવ્યો છે

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News

સુરત, 29   જુલાઈ, 2020, બુધવાર

સુરતમા નાનાકડાં બાળ ગ્રાહકોને ખુશ કરવા બજારમાં ફુડ રાખીની એન્ટ્રી થઈ છે. સુરતમાં આમ તો ઘરાકી ઘણી જ ઓછી છે પરંતુ જે ગ્રાહક આવે છે તે બાળકો માટેની ફુડ રાખડીની ડિમાન્ડ કરી રહ્યાં છે. બાળકોને ભાવતાં ફુડની નાનકડી કૃતિ રાખડી પર બનવવાથી વેચાણમાં ફાયદો થશે એમ વેપારીઓ માની રહ્યા છે.

રાખડી વિક્રેતા ભાવિકા ઠક્કરે કહ્યું કે, હાલમાં વેપાર ઓછો છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે દર વર્ષે કંઈ નવી વસ્તુ રાખવી પડે છે. આ વર્ષે સુરતના બજારમાં નાનકડાં બાળકોને પહેલી નજરે જ ગમી જાય તેવી ફુડ રાખી આવી છે. આમ તો સામાન્ય લાગતી રાખડી બનાવવામાં ઘણી મહેનત છે. રાખડી બનાવવા લાખનો ઉપયોગ કરાયો છે. તેને મોલ્ડ કરીને ખાણી-પીણીની આઇટમોના જુદા-જુદા શેપ આપીને રાખડી પર મુકાયા છે. ધ્યાનથી જોવામાં આવે તો આબેહુબ ફુડ ડીશ જેવા જ લાગે છે.

અન્ય વિક્રેતા મહેશભાઈએ કહ્યું કે, હાલ બજારમાં ઘરાકી નથી. આમ તો નવો માલ ઘણાં ઓછા વેપારીએ ભર્યો છે. પરંતુ  ઘરાકી જ ન હોવાથી ગ્રાહકોને આકર્ષવા માટે નવી વેરાઇટી મુકાઇ રહી છે. ખરીદી માટે આવેલા ગૃહિણી રેખાબેન કહ્યું કે, બાળકોને  પાણી પુરી, પીત્ઝા, પાંઉ વડાં જે ફુડ ફેવરિટ હોય તેવી રાખડી પસંદ કરીએ છીએ. પહેલીવાર આવી રાખડી આવી હોવાથી બાળકોમાં કુતૂહલ છે અને તેમને તે પસંદ આવી રહી છે.

આ બધી ફુડ આઇટમના મોલ્ડ રાખડી પર બનાવાયા છે

મોટા ભાગના બાળકોને પીઝા, પાણી પુરી, ફ્રેન્ચ ફ્રાઈસ, વડાં પાઉ ફેવરીટ હોય છે તેથી આવા પ્રકારની રાખડી વધુ માત્રામાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ઢોસા, ઈડલી, સેન્ડવીચ, ડોનટ, પેસ્ટ્રી, મીઠાઈ, રાખીડીશ, ચોકલેટ, બર્ગર, ફ્રેન્ડી જેવી રાખડીના મોલ્ડ બનાવીને તેની રાખડી સુરતના બજારમાં જોવા મળી રહી છે. 

Tags :