Gujarat

તહેવારોમાં ફૂડ વિભાગની રાજ્યભરમાં કાર્યવાહી, 2225 પેઢીઓને ત્યાં દરોડા પાડીને 1 હજાર કિ.ગ્રા ભેળસેળયુક્ત જથ્થાનો નાશ કરાયો

By GS TEAM
1 Oct 20251 min read
TukuTouch Logo
નવરાત્રિ અને દશેરાના પાવન તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યમાંથી 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને 676 જેટલાં નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી 1198 કિ.ગ્રા રૂ.4.80 લાખથી વધુનો ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોમાં ફૂડ વિભાગની રાજ્યભરમાં કાર્યવાહી, 2225 પેઢીઓને ત્યાં દરોડા પાડીને 1 હજાર કિ.ગ્રા ભેળસેળયુક્ત જથ્થાનો નાશ કરાયો
પ્રતિકાત્મક તસવીર

Food Department Raid : નવરાત્રિ અને દશેરાના પાવન તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યમાંથી 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને 676 જેટલાં નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી 1198 કિ.ગ્રા રૂ.4.80 લાખથી વધુનો ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ફૂડ વિભાગ દ્વારા તહેવાર દરમિયાન 1358 જેટલા ખાધ રજીસ્ટ્રેશન આપ્યા હતા. આ ઉપરાંત રાજ્યના નાગરિકોમાં શુદ્ધ અને સલામત ખોરાક અંગે માહિતી મળી રહે તે માટે 819 જેટલા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 લાખ 13 હજારથી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. વધુમાં 449 જેટલા ટ્રેનિંગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો; ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની ધરપકડ

ફૂડ વિભાગે 924 જેટલાં TPC ટેસ્ટ અને 1901 જેટલાં અન્ય ટેસ્ટ કરીને રાજ્યમાં 933 કિલોગ્રામ જેટલો ભેળસેળિયો ખોરાકનો રૂ.2 લાખથી વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યું હતું. આમ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં વધુમાં જણાવાયું છે.