Gujarat

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો

By GS TEAM
19 May 20261 min read
ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો

 અમદાવાદ,સોમવાર,18 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ ઉંઘતુ ઝડપાયુ છે. વિવિધ વિસ્તારમાં રોડ ઉપર વેચાતી પાણીપુરીના પાણીના સેમ્પલ લેવામા આવ્યા હતા. ૧૮૪ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાતા ૩૪ પાણીના સેમ્પલમાં ફુડ ગ્રેડ કલર મળી આવ્યો હતો.આ ફુડ ગ્રેડ કલરથી પાચન સંબંધિત સમસ્યા ઉભી થાય છે. ફુડ વિભાગે માત્ર લારી જપ્ત કરી સંતોષ માન્યો છે.

અમદાવાદમાં ખાદ્યચીજો વેચતા વેન્ડર્સનુ રજિસ્ટ્રેશન શરુ કરવામા આવ્યુ છે.દરેકને યુનિક કયુઆર કોડ આપવામા આવી રહયા છે. મે મહિનામા ફુડ વિભાગે ૧૦૦ કિલો મોળા માવા ઉપરાંત પનીર,મિડીયમ ફેટ પનીરના ૨૧૯ કિલોગ્રામ જથ્થાને સીઝ કર્યો છે.જેની કિંમત એક લાખથી વધુ થાય છે.શેરડીના રસ,ઠંડા પીણા વગેરેના ૬૭ થી વધુ સેમ્પલ તપાસ માટે લેવાયા છે.મે મહિનામા ૨૨ સેમ્પલ ના પરિણામ  જાહેર કરવામા આવ્યા છે.જેમાં  ૧૭ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હતા.જેમા પાણીપુરીના પાણીના સેમ્પલનો પણ સમાવેશ થાય છે.

અનસેફ આવેલા સેમ્પલ કયા-કયા?

સેમ્પલ         વેન્ડરનુ નામ

બળેલુ તેલ     શેફાયર ફુડસ,નિકોલ

ગાયનુ ઘી      મુરલીધર ફુડ પ્રોડકટસ,નિકોલ

હળદર પાવડર અવિનાશ મસાલા ગોડાઉન,માધુપુરા

ઘી              શ્રી ગિરધર ડેરી, ખોખરા

મેંગો મિલ્કશેક  મુરલીધર આઈસક્રીમ, શાહીબાગ

ચીલી પાવડર  જય માતાજી ટ્રેડર્સ,માધુપુરા