Gujarat
રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સ્લિપ થતા ફૂડ ડિલિવરી બોયનું મોત
By GS TEAM
6 Jul 20251 min read

વડોદરા,રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સ્લિપ થઇ જતા ફૂડ ડિલિવરી બોયને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે વાઘોડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લાઢોડ ગામમાં રહેતો ૧૯ વર્ષનો સ્વરકુમાર અરવિંદભાઇ તડવી ગત તા. ૨૭ મી એ બાઇક લઇને વડોદરાથી આમોદર ગામે ફૂડ ડિલિવરી કરવા માટે જતો હતો. રાતે પોણા દશ વાગ્યે આમોદર ગામ પાસે રોડ પર ગાય વચ્ચે આવી જતા તેેણે ગાયને બચાવવા માટે બ્રેક મારતા બાઇક સ્લિપ થઇ ગઇ હતી. બાઇક સ્લિપ થઇ જતા તે ડિવાઇડર સાથે અથડાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું ગઇકાલે મોત થયું હતું. તેના મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.








