Gujarat

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ

By GS TEAM
20 Sep 20251 min read
ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ

વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસરોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં મીઠાઇ ફરસાણની દુકાનો, હોટેલો અને રેસ્ટોરાં ખાતે ૨૮ સ્થળે ચેકિંગ કરીને ખાદ્યપદાર્થોના ૪૭ નમૂના ચેકિંગ માટે લીધા હતા.

કારેલીબાગ, છાણી, અકોટા, સયાજીગંજ, વાસણા રોડ, ખોડિયારનગર, માંજલપુર, જેતલપુર રોડ, પ્રોડકટીવીટી રોડ, રાજમહેલ રોડ, મદનઝાંપા રોડ, સમારોડ, ન્યુ સમારોડ, ન્યુ વીઆઇપી રોડ, માણેજા ક્રોસીંગ, કિશનવાડી વિગેરે વિસ્તારોમાં આ ચેકિંગ કરાયું હતું. આ કામગીરી દરમ્યાન મરચા પાવડર, ગરમ મસાલો, મોતીચુરના લાડુ, મીક્ષ ચવાણુ, વેજદમ બીરીયાની, મશરૃમ મસાલા, દૂધ, પનીર, કપાસીયા તેલ, માર્ગેરીટા પીઝા, બેસન, ઘી, હળદળ પાવડર, ડ્રાય મન્ચુરીયન, કાજુકતરી વીથ સીલ્વર લીફ, ટુટીફુટી પેંડા, સ્ટ્રોબેરી બરફી કોટેડ વીથ સીલ્વર લીફ વગેરેના ૪૭ નમુના લીધા હતા. પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. વેપારીઓને મીઠાઇ તેમજ ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવો, બરફી, ઘી, કપાસીયા તેલ, પામોલીન તેલ, સીંગતેલનો ઉલ્લેખ કરતા બોર્ડ પણ તેઓની દુકાનમાં ગ્રાહકોને દેખાય તે રીતે મૂકવા સૂચના આપી હતી, અને ચોખ્ખાઇ રાખવા તાકીદ કરી હતી.