Get The App

આદેશની ઐસીતૈસી કરી બે સ્કૂલે બોર્ડના વિદ્યાર્થીઓને બોલાવી ફોટોસેશન કરાવ્યું

વેસુની એલ.પી.સવાણી અને રેડીયન્ટ સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓએ તો માસ્ક પણ પહેર્યા નહોતા

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News

સુરત,તા. 15 જુલાઇ, 2020,બુધવાર

કોરોના ના કારણે સ્કુલો બંધ છે.અને પરિણામ વખતે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને ફોટોસેશન કરવાની જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટ ના હોવા છતા વેસુ રોડની એલ.પી.સવાણી અને રેડીયન્ટ સ્કુલના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કુલો બોલાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ માસ્ક પણ પર્હેયા નહીં હતા.અને સોશ્યલ ડીસ્ટન્સ પણ જળવાતુ નહીં હોઇ તેવા ફોટો સેશન કર્યુ હતુ.

સુરત શહેરમાં કોરોનાના કારણે કેસોની રફતાર વધી રહી છે.ત્યારે કોરોનાને અટકાવવા માટે તંત્ર ફરજિયાત માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનુ  કહે છે. આ માટે દંડ પણ ફટકારે છે. આવા સમયે બાળકોને બહાર નહીં મોકલવાની પણ સ્પષ્ટ ના છે. અને જિલ્લા શિક્ષણાધિકારીએ પણ પરિણામ વખતે ફોટોસેશન નહીં કરવા અને વિદ્યાર્થીઓને એક સાથે નહીં બોલવવવાની પણ સ્પષ્ટ સુચના આપી છે.

એકબાજુ તંત્ર કોરોના સામે લડી રહ્યુ છે. ત્યારે આજે સીબીએસઇ દ્વારા જાહેર કરાયેલા ધો-10 ના પરિણામમાં વેસુ રોડની એલ.પી.સવાણી સ્કુલ અને રેડીયન્ટ સ્કુલના સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળામાં પરિણામ લેવા માટે બોલાવ્યા હતા. અને ફોટોસેશન કરાવ્યુ હતુ. આ ફોટોસેશનમાં તો વિદ્યાર્થીઓનું સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ નથી. સાથે જ કેટલાક વિદ્યાર્થીઓએ માસ્ક પણ પહેર્યા નથી. આ બધા વિદ્યાર્થીઓ અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે. ત્યારે જો એક વિદ્યાર્થી કોરોના સંક્રમણ હોઇ તો કેવી હાલત થઇ શકે તે આજની પરિસ્થિતિ થી જોઇ શકાય તેમ છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજયગુરૃ આવી સ્કુલો સામે શુ કાર્યવાહી કરે છે. તો પછી પાલિકા પણ સોશ્યલ ડીસ્ટન્સના ભંગ બદલ સ્કુલ સામે શુ કાર્યવાહી કરે છે ?તે જોવાનું રહ્યુ.

Tags :