એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે

- આણંદ-વિદ્યાનગર રોડ પરના
- કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બ્રિજનું બાંધકામ જાતે કરવામાં આવશે
આણંદ : આણંદ વિદ્યાનગર રોડ ઉપર એપીસી સર્કલ એટલે કે, રાજમાર્ગ રોડ ઉપર ૪૦ કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટેની દરખાસ્તને રાજ્ય સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરમાં નવી બનાવવામાં આવેલી ૦૯ મહાનગરપાલિકાઓ પૈકી એક માત્ર કરમસદ-આણંદ મહાનગરપાલિકાનો પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એપીસી સર્કલ રાજમાર્ગ રોડ પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર તરફથી મળી છે. નવો બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે અને આ નવો બ્રિજ કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવશે.

