Gujarat

ગોત્રી અને અટલાદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ

By GS TEAM
15 Sep 20251 min read
ગોત્રી અને અટલાદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ


શહેરમાં અવારનવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં પાણી વિતરણ પ્રક્રિયા અસરગ્રસ્ત થવા સાથે પાણીનો વેડફાટ થતો હોય છે. ત્યારે વધુ બે સ્થળે પાણીની લાઈનમાં ભંગાણની ઘટનાઓ સામે આવી છે. ગોત્રી વિસ્તારમાં યશ કોમ્પ્લેક્સ નજીક મુખ્ય માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે પીવાના શુદ્ધ પાણીનો વેડફટ થવા સાથે માર્ગ ઉપર વગર વરસાદે પાણીનો ભરાવો થયો હતો. જ્યારે અટલાદરા પાણીની ટાંકી પાસે પણ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો હતો. સાથે આ પાણીની ટાંકી પાસે લોકો કચરો ઠાલવી જતા ગંદકી ફેલાતી હોય કચરાપેટી મૂકવાની રહીશોની માંગ હતી.