Get The App

સાવરકુંડલામાં નાવલી નદીમાં ઘોડાપૂર, ચેકડેમો છલકાયા

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
સાવરકુંડલામાં નાવલી નદીમાં ઘોડાપૂર, ચેકડેમો છલકાયા 1 - image


ધોધમાર મેઘમહેરથી ચારેબાજુ પાણી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

સાવરકુંડલા, : સાવરકુંડલા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રાત્રિથી મેઘમહેર શરૂ થતાં તેના પગલે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક ચેકડેમો છલકાઈ ગયા છે. જયારે ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે નાવલી નદીમાં ઘોડાપર આવ્યું છે. અને નદી પરનો ચેકડેમ છલકાઈ ગયો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયા છે. સારા વરસાદતી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સાવકુંડલામાં ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગાધકડા ગામની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વીજપડીમાં પણ ભારે વરસાદથી પાણી પાણી થઈ પડયું છે. તાલુકાના અન્ય ગામોમાં પણ સારા વરસાદથી અનેક ચેકડેમો છલકાવ્યા છે. સારો વરસાદ ખેતી માટે આર્શિવાદરૂપ પૂરવાર થશે.


Tags :