ફિક્સ પગારના કર્મચારીઓને મળશે માંદગીની રજા, રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
Gandhinagar News : ગુજરાત સરકારે રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની રજા મામલે નિર્ણય કર્યો છે. જેમાં 357 સંસ્થાઓના કુલ 1282 ફિક્સ પગારના કર્મચારીઓને મેડિકલ અને ખાસ રજા મળશે. આમ હવે ફિક્સ પગારના કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓની જેમ જ રજાઓની સુવિધા મળશે.
રાજ્યામાં ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓની નોકરીમાં સુરક્ષા અને સુવિધાને લઈને ઋષિકેશ પટેલ જાહેરાત કરી છે કે, સરકારના નિર્ણયથી 1167 શૈક્ષણિક અને 115 બિન શૈક્ષણિક કર્મચારીને લાભ થશે. બિન-શૈક્ષણિક કર્મચારીઓને 15 ખાસ રજાઓ મળશે.
રાજ્યમાં ફિક્સ પગારના કર્મચારીઓને બીમારી કે અકસ્માતના કિસ્સામાં 20 મેડિકલ અડધા પગાર પર મળી રહેશે. જેના માટે તેમને મેડિકલ સર્ટિફિકેટર રજૂ કરવાનું રહેશે. જ્યારે ખાસ રજાઓમાં ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના બિન-શૈક્ષણિક અને નોન-વેકેશનલ કર્મચારીઓને 15 ખાસ રજાઓ પણ મળશે.