વડોદરા, તા. 25 માર્ચ 2019 સોમવાર
નજીક દશરથ ગામમાં ગતરાત્રે ઝાડ નીચે ઓટલા પર પબજીગેમ રહેલા પાંચ યુવકોની છાણી પોલીસે ધરપકડ કરી હતી.
પબજી તેમજ મોમો ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક પ્રવૃત્તિનું પ્રમાણ વધતું હોય તેમજ ગેમના કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ ઉપર અસર થતી હોય શહેર પોલીસ દ્વારા પબજી ગેમ અને મોમો ચેલેન્જ ગેમો પર પ્રતિબંધ મૂકી તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
દરમિયાન ગત રાત્રે છાણી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે દશરથ ગામ સોલંકી વાડી પાસે ચોતરાના ઓટલા ઉપર કેટલાક યુવકો તેઓના મોબાઇલ ફોનમાં પબજી ગેમ ડાઉનલોડ કરીને રમી રહ્યા છે. આ માહિતીના પગલે પોલીસે ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પબજી ગેમ રમતા દીપકકુમાર રમેશભાઈ સોલંકી (2) ગૌતમ રમણભાઈ સોલંકી (3) દિલીપભાઈ ભીખાભાઈ સોલંકી (4) મેહુલ નગીનભાઈ પરિહાર અને (5) વિપુલકુમાર અંદરસિંહ પગી રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે આ પાંચે યુવકોની ધરપકડ કરી તેઓની પાસેથી ૪૨ હજાર રૂપિયાની કિંમતના પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.


