Updated: Mar 18th, 2023
સુરત
બાળકીને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 25 હજાર તથા આરોપી 10 હજાર દંડ ભરે તો કુલ 35 હજાર વળતર પેટે ચુકવવા કોર્ટનો નિર્દેશ
ત્રણેક
વર્ષ પહેલાં સચીન જીઆઈડીસી વિસ્તારમાં પાડોશમાં રહેતી આઠ વર્ષની બાળકી પર જાતીય
હુમલો કરી પોક્સો એક્ટના ભંગના ગુનામાં પરણીત આરોપીને આજે પોક્સો કેસોની ખાસ
અદાલતના એડીશ્નલ સેશન્સ જજ ભરતકુમાર પી.પુજારાએ પોક્સો એક્ટની કલમ-9(એમ)10 મુજબ દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્તકેદ,રૃ.10 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા તથા ભોગ બનનારને કુલ
25 હજાર તથા દંડની રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.
સચીન જીઆઈડીસી ખાતે સંતોષ દાઢીની ચાલમાં રહેતા મૂળ બિહારના મોતીહારી જિલ્લાના વતની 34 વર્ષીય પરણીત આરોપી ઉપેન્દ્ર ભીમલ સહાનીની સચીન જીઆઈડીસી પોલીસે ઓગષ્ટ-2021ના રોજ પાડોશમાં રહેતી આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારીને પોક્સો એક્ટના ભંગના ગુનામાં ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.જે મુજબ ગઈ તા.8-8-21ના રોજ પોતાની પાડોશમાં રહેતી આઠ વર્ષીય બાળકી તેના સગીર ભાઈ સાથે મોબાઈલ ફોન જોતી હતી કે વખતે આરોપી ઉપેન્દ્ર સહાનીએ ભોગ બનનાર બાળકી સાથે બદકામ કરી પોક્સો એક્ટનો ભંગ કર્યો હતો.
આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરાતા આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે આરોપી તથા ભોગ બનનારની માતાને ઝઘડો થયો હોય તેની અદાવત રાખીને હાલની ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી હોવોનો બચાવ લીધો હતો.તદુપરાંત ભોગ બનનારના સગીર ભાઈ બનાવ વખતે હાજર હતા છતાં તેનુ નિવેદન તપાસ અધિકારીએ લીધું નથી કે સાક્ષી તરીકે તપાસ્યા નથી.ભોગ બનનાર બાળકી સાથે બળાત્કાર થયો હોય તેવા મેડીકલ કે એફએસએલ ના પુરાવા કોર્ટના રેકર્ડ પર આવ્યા નથી.જેેને કોર્ટે અંશતઃ માન્ય રાખી જણાવ્યું હતું કે તબીબી પુરાવાથી ભોગ બનનાર સાથે આરોપીએ દુષ્કર્મ કે પેનેટ્રેટીવ જાતીય હુમલો કર્યો હોય તેવું સમર્થન ન મળતા ઈપીકો-376(એ)(બી)તથા પોક્સો એક્ટની કલમ-4,5(આઈ)(એમ) 6નો ગુનો સાબિત થતો નથી. પરંતુ ભોગ બનનાર બાળકીએ આરોપીએ તેની ચડ્ડી ઉતારી નગ્ન કરી હોય તેવો પુરાવો આપ્યો છે. જેથી કોર્ટે સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ ભોગ બનનાર બાળકીની જુબાની સહિત અન્ય મૌખિક સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજુ કરી આરોપી વિરુધ્ધ પોક્સો એક્ટની કલમ-9 (એમ)10 તથા ઈપીકો-354(બી)ના ગુનાનો સાબિત કર્યો હોઈ તે ગુનામાં આરોપીને દોષી ઠેરવ્યો હતો.