Get The App

અમરેલીના આંબરડીમાં પડી મોતની વીજળી, ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મૃત્યું

Updated: Oct 19th, 2024

GS TEAM

Google News
Google News
Ambardi

Ambardi News : અમરેલીના લાઠીના આંબરડી ગામમાં વીજળી પડતા પાંચ લોકોના મોત થયા છે. ખેત મજૂરો કપાસના ખેતરમાંથી પરત ફરતા હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે ગભરાઈ જવાથી ત્રણ લોકોની તબિયત લથડી હતી, જેમને ઢસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આ પણ વાંચો : GSRTCની એકસ્ટ્રા બસોમાં ચૂકવવું પડશે એકસ્ટ્રા ભાડું! સરકાર તહેવારોમાં ઉઘાડી લૂંટ બંધ કરે: કોંગ્રેસ

ત્રણ બાળકો સહિત પાંચના મોત નીપજ્યા

ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા (ઉંમર 35 વર્ષ) 

શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા (ઉંમર 18 વર્ષ)

રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા (ઉંમર 7 વર્ષ) 

રૂપાલીબેન દલસુખભાઈ (ઉંમર 8 વર્ષ) 

રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા (ઉંમર 5 વર્ષ)