Get The App

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખના નવા નામ માટે કવાયત, ફરી પાંચ ધારાસભ્યોએ એકતા બતાવી

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખના નવા નામ માટે કવાયત, ફરી પાંચ ધારાસભ્યોએ એકતા બતાવી 1 - image

Vadodara BJP : વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખની નિયુક્તિ માટે પ્રદેશ ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. 

વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રસિકભાઈ પ્રજાપતિની વરણી કરાયા બાદ તેઓને પ્રદેશ ભાજપની સમિતિમાં ઉપાધ્યક્ષનો હોદ્દો આપવામાં આવ્યો હતો. જેથી એક વ્યક્તિ એક હોદ્દા પ્રમાણે વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે નવા નામની ચર્ચા ચાલી રહી છે. 

દરમિયાનમાં ભાજપના ત્રણ નિરીક્ષકો આજે આજવારોડ ખાતેના સરકારી ગેસ્ટ હાઉસમાં આવી પહોંચ્યા હતા અને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન ફરી એકવાર પાંચ ધારાસભ્યો એક સાથે આવીને પોતાની એકતા બતાવી હતી. પાંચ ધારાસભ્ય સૂચવે તે પ્રમુખ બની શકે તેમ પણ કાર્યકરો માની રહ્યા છે.