Gujarat

પીથલપુર ગામના સરપંચ પર પાંચ શખ્સનો હુમલો

By GS TEAM
29 May 20261 min read
પીથલપુર ગામના સરપંચ પર પાંચ શખ્સનો હુમલો

દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

રસ્તા પર પડેલા બેલા હટાવી લેવાનું કહેતા માર મારી ધમકી આપી

ભાવનગર - તળાજા તાલુકાના પીથલપુર ગામના સરપંચે રસ્તો સાફ કરાવવા માટે રસ્તામાં પડેલા બેલા લેવાનું કહેતા બે મહિલા સહિત પાંચ શખ્સે હુમલો કર્યાં અંગેની પોલીસ ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાઈ છે.

તળાજા તાલુકાના પીથલપુર ગામના સરપંચ કરણભાઈ ધનજીભાઈ ઢાપાએ દાઠા પોલીસ મથકમાં હરદીપ શિવાભાઈ સરવૈયા, ધીરજ શાંતિભાઈ, સતિષ શાંતિભાઈ, હરદીપના મમ્મી અને સતીષના મમ્મી (તમામ રહે.પીથલપુર) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ પીથલપુર ગામના સરપંચ તરીકે કાર્યરત હોય અને ચોમાસા પહેલા તેમના ગામમાં રોડ રસ્તા સફાઈ કરાવવાનું કામ શરૃ કરવાનું હોવાથી ઉક્ત લોકોને રસ્તા પર પડેલા તેમના બેલા હટાવી લેવાનું કહેતા તેઓ પ્લોટ વિસ્તારમાં સફાઈ કામ કરાવતા હતા ત્યાં ઉક્ત લોકોએ આવી અપશબ્દો કહી ઝઘડો કરી કડુ અને ધોકા વડે માર મારી ઈજા કરી ધમકી આપી હતી. આ અંગે દાઠા પોલીસે ગુનો નોંધ્યો છે.