બુદ્ધદેવ સર્કલ પાસે યુવાન પર પાંચ શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી
ઘોઘારોડ પોલીસે સ્થળ પરથી એક શખ્સને ઉઠાવ્યો
બેન તથા પરિવારે યુવાનની હત્યાને નજરે નિહાળી, પોલીસે સીસીટીવી કબ્જે કર્યાઃ એક હુમલાખોરને ઝડપી લેવાયો
આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર આ હત્યાના બનાવની વિગતો આપતા ડીવાય.એસ.પી. આર આર સિંઘલ જણાવ્યું હતું કે,શહેરના બુદ્ધદેવ સર્કલ પાસે પ્લોટના પ્રકરણે વિશાલભાઈ બુધાભાઇ વાજા ( ઉ.વ.૨૫ રહે ખેડૂતવાસ,ભાવનગર) ને આ જ વિસ્તાર ખાતે રહેતા રવિ, મહેશ,વલ્લભ ગેરેજવાળા,રાજેશ અને દિનેશ સાથે પ્લોટ બાબતે બોલાચાલી થઈ હતી.તેની દાઝ રાખી ઉપરોક્ત પાંચ શખ્સે વિશાલભાઈને તિક્ષણ હાથિયારના ઘા ઝીંકી દેતાં તેને લોહીયાળ હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં ફરજ પરનના તબીબે તપાસીને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પરિણ્મ્યો છે. જયારે, હત્યાના બનાવને લઈ સમગ્ર ખેડૂતવાસના બુદ્ધદેવ સર્કલ પાસે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાની જાણ થતાં એસ.પી.સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.બનાવ અંગે ઘોઘા રોડ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.વધુમાં ડીવાય.એસ.પી.આર આર સિંઘલ જણાવ્યું હતું કે ,ઘોઘા રોડ પોલીસે રવિ નામના શખ્સને સ્થળ પરથી ઉઠાવી લીધો હતો.અને મૃતકના બેન અને મિત્રએ આ ઘટના નજરે નિહાળી હોવાનું અને સી.સી.ટીવી ફૂટેજ પણ કબ્જે લીધા હોવાનું ઉમેર્યું હતું.